________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
(એ ભુજા વીર (સુભટ)ની અને ચાર પગ અશ્વ ઉપરવટ નામના તેના કુલ છ). આ પ્રમાણે ચારણનું કથન સાંભળતાં બધા રાજાએ ચમત્કાર ખ્રુશ્યા અને મનમાં વિચારવા લાગ્યા કે—પૂર્વ લાંચ લઇને એણે આપણને છેતર્યા છે, માટે તે મૂર્ખાઈ પ્રગટ ન થાય.' એની કાળજીથી ફીને પણ તે રાજાએ તેને વિશેષ દાન આપવા લાગ્યા, કારણ કે ભૃત્યા પર રાજા પ્રસન્ન (રંજન ) થવાથી જ તેનુ શ્રેય થાય છે.
;
હવે વેલાકુલ નામના પ્રદેશમાં જ્યાં લક્ષ્મી સ્થિર વાસ કરીને રહી છે, એવુ શ્રીમાની શ્રેણિથી સંકીણ તથા સ્વર્ગની સ્થિતિને જીતનાર ભદ્રેશ્વર નામે નગર છે. ત્યાં પરાક્રમના ગુણથી પૃથ્વી પર જાણે બીજો ભાવ. (પરશુરામ ) અવતર્યો હોય એવા, પ્રતીહારના કુલરૂપ ઉદ્યાનના મ`ડનરૂપ અને અનેક શત્રુઓને ત્રાસ પમાડનાર ભીમસિ'હ નામે રાજા રાજ્ય કરતા હતા. તે પેાતાની લક્ષ્મી અને સૈન્યસ*પત્તિથી ઉત્કટ ખની ઈતર રાજાઓને તૃણુ સમાન ગણતા હતા, વળી તે પેાતાને વીર માનનાર, મહા દાની અને લકામાં વસતા રાવણની જેમ સમુદ્રરૂપ પરિખાથી વીટાયેલ કિલ્લામાં વસતા હાવાથી દુર્ગમ હતા.
એકદા વીરધવલ રાજાએ તેને કહેવરાવ્યું કે-“તુ અમારે તાબે થા અથવા તા સંગ્રામ કરવા તૈયાર થા.” આ વાકથથી અધિક વ્યથિત થઈને તેણે સામે કહેવરાવ્યું કે-જેવુ તમે આપશેા તેવું તમને મળશે.’ એટલે ભીમસિંહને જીતવાની ઈચ્છાથી વીરધવલ રાજાએ ઈંદ્ર જેવા