________________
- દિતીય પ્રસ્તાવ સોનામહોરોને દાનાદિકમાં વ્યય કરીને તેણે રાજ્યવ્યાપારથી પ્રાપ્ત થયેલી સંપત્તિનું વાસ્તવિક ફળ મેળવ્યું.
હવે એક દિવસે ઈંદ્ર સમાન તેજસ્વી એવે વીર ધવલ રાજા રાજસભામાં સુવર્ણ સિંહાસન પર આવીને બેઠે, એટલે વિશુદ્ધ એવા પિતાના ઉભયપક્ષની શોભા (લક્ષમી)થી શોભાયમાન અને સંગ્રામની ચળવળ કરતા બાહુદંડથી ઇંદ્રની પ્રભાને ખંડિત કરનાર એવા રાજકુમાર તથા શ્રેષ્ઠી, સામંત અને મંત્રીશ્વર વિગેરે પિતાના સુખના ઉદયરૂપ તથા વિદ્વાનોની શ્રેણિથી સુસેવિત એવા વીરધવલ રાજાને નમસ્કાર કરીને સભામાં પોતપોતાને ચગ્ય સ્થાને બેઠા. એવામાં રાજાઓની શ્રેણિથી સંકીર્ણ થઈ ગયેલી તે રાજસભામાં કઈ કૌતુકી ચારણ આવીને પ્રગટ વિનિથી આ પ્રમાણે છે કે –
વીતર રેં કfé, સામજિ સમરહૂ વાન”] | (સાંભળે ! સમરાંગણના ખેલ (બાજી)માં છ જણાએ જીત્યો) વારંવાર આ પ્રમાણેનું પૂર્વાદ્ધ તે બોલતો પણ ઉત્તરાદ્ધ બોલતો નહોતો એટલે “એ છે કેણુ?” એમ જાણવાને ત્યાં બેઠેલા રાજાઓની ઉત્કંઠા વધી પડી, અને તે છમાં પિતપતાનું નામ લાવવાને રાજાઓએ રાત્રે તેને પુષ્કળ લાંચ આપી, એટલે તેણે પણ તે દરેકની પાસેથી લીધી. એમ અનેક રાજકુમારે પાસેથી લાંચ લઈને એકવાર પ્રસંગ આવતાં તે ચારણ પુનઃ બેલ્યો કે :"बिहुँ भुजि वीरतणेहि, चिहुं पगी उपरवटतणे ॥१॥