________________
. દિતીય પ્રસતાવ
૬૭ તે વખતે પદ્માસને બિરાજમાન શ્યામ મૂર્તિ અને દિગબર (વસ્ત્રરહિત) એવા શ્રીનેમિનાથનું શિવ એવું નામ કહીને તેણે (વામને) સ્તુતિ કરી.” આ મહા ભયંકર કળિકાળમાં સર્વ કલ્પવૃક્ષોને તે નાશ થયો છે, પરંતુ આ તીર્થનાં દર્શન કે સ્પર્શમાત્રથી મનુષ્યને કોટિ યાનું ફળ મળે છે. વળી રમ્ય એવા આ ઉજજયંત ગિરિ પર માઘ માસની કૃષ્ણ ચતુર્દશીની રાત્રિએ જાગરણ કરીને હરિ (કૃષ્ણ) નિર્મળ થયા છે. હે રાજેદ્ર! આ મૂર્તિના સ્નાત્રને માટે દેવેંદ્ર સર્વ સરિતામય એવો ગજેદ્રપદ નામે કુંડ બનાવ્યું છે.” આ પ્રમાણેનું ગિરનાર તીર્થનું માહાસ્ય સાંભળીને અતિશિય હર્ષ પામેલા એવા તે સુજ્ઞ રાજાના જાણવામાં બરાબર આવ્યું કે “આહંતુ માર્ગ (ધ) અનાદિ છે.”
પછી ભક્તિપૂર્વક ભુવનના સ્વામી એવા શ્રી નેમિનાથનું પૂજન કરીને વસુધાપતિ એક પરમાનંદની વાનકી (વણિકા) પામ્યા, અને દેવપૂજાના નિમિત્તે સુજ્ઞ એવા તેણે એક ગામ અર્પણ કર્યું. પછી ત્યાંથી મંત્રીની સાથે રાજા દેવપત્તન (પ્રભાસપાટણ) આવ્યું. ત્યાં શિક્ત વિધિથી પ્રભાસદેવને અભિષેક કરીને રાજાએ અનેક પ્રકારનાં દાન દીધાં તથા એક લક્ષ સેનામહોર સેમેશ્વરની આગળ ધરીને રાજાએ સંતાપશ્રેણિને દૂર કરનારી એવી મહાપૂજા કરાવી. પછી નિરંકુશ એવા માનગજેન્દ્ર પ્રમુખ રાજાઓને પિતાના તાબેદાર બનાવીને કૌતુકી એતે દ્વીપપત્તન (દીવ) આવ્યું. ત્યાં કુમારપાલ રાજાએ કરાવેલા ઉન્નત