________________
દ્વિતીય પ્રસ્તાવ .
સહિત ગુર્જર સ્વામી વિજયલક્ષ્મીને વર્યો.
પછી વરધવલ રાજાએ રણભૂમિ શોધાવી અને તેમાં સાર સંભાળ કરવા લાયક બધા સુભટની તે કૃપાળુએ સાર સંભાળ કરવાને બંદેબસ્ત કર્યો. તૃષાતુર સુભટને જળપાન કરાવ્યું. અને ક્ષુધાતુર દ્ધાઓને મંત્રીશ્વરે સ્વાદિષ્ટ ભજન અપાવ્યું. વળી શસ્ત્રાઘાતની વ્યથાના વેગથી વ્યાકુળ થયેલા સુભટની નાના પ્રકારના ઉપચારની સામગ્રીથી સારવાર કરાવી. તેમ જ જેમના સ્વામી યુદ્ધમાં મરણ પામ્યા હતા તેવી સ્ત્રીઓને તેણે આજીવિકા કરી આપી, કારણ કે જેનો પિતાના અંતરથી કૃપાને કદાપિ મૂકતા નથી.”
પછી આકાશને શબ્દમય કરે એવા વાદ્યોના જયજયારવથી તથા વીર સુભટના ગુણ સંબંધી થતા ઉષથી નદીમાં કુંજર પ્રવેશ કરે તેમ સજ્જનને આનંદ ઉપજાવનાર એવા ગુર્જરપતિએ પોતાના મંત્રી સહિત હર્ષ–ઉત્સથી મનહર એવી વામનસ્થલી (વણથલી)માં પ્રવેશ કર્યો, અને કુત્રિકોપની જેમ દુપ્રાપ્ય એવા રાજભવનમાં જઈને પ્રેમાળ એવા રાજાએ દશ કટિ સુવર્ણ (સોનૈયા) ગ્રહણ કર્યું, તથા પૂર્વજોએ સંગ્રહી રાખેલાં મણિ–માણિક્ય, દિવ્ય વસ્ત્રા, દિવ્ય અસ્ત્ર અને સ્થૂલ મુક્તાફળે ગ્રહણ કર્યા. ચૌદસે ઈંદ્રના અશ્વ સરખા તેજસ્વી અને પાંચ હજાર
૧. ત્રણે જગતમાં રહેલી સર્વ વસ્તુ મળી શકે એવી દેવાધિષ્ઠિત દુકાન હતી તેનું નામ કૃતિકાપણ હતું. વ. ૫