________________
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર સન્યમાં ક્રોધથી જેમનાં લોચન અંધ બની ગયાં છે અને અંગ ધ્વસ્ત થઈ ગયાં છે એવા સેંકડે હૈદ્ધાઓ જમીન
સ્ત થવા લાગ્યા. અહો ! રણસ્થિતિ કેવી ભયંકર છે? ક્રોધાવેશથી એકી સાથે જમીન પર પડેલા સુભટેનાં ધડ જાણે પરસ્પર લડતાં હોય તેમ દેખાવા લાગ્યું. એવામાં શત્રુના વીર સુભટોએ સતાવેલ પોતાના સૈન્યને બિલકુલ દીન થઈ ગયેલું જેઈને પિતાના ભાઈ પ્રચંડ ચામુંડ સાથે સાંગણુ રણભૂમિમાં ધસ્યો, એટલે ઇંદ્રજીત અને મેઘનાદની સાથે વાનરસિન્યની જેમ ગુર્જરપતિનું સિન્ય તે બંનેની. સાથે યુદ્ધ કરવા તૈયાર થયું અને ઉપરવટ નામના અશ્વ રત્ન પર આરૂઢ થઈને તેમનું રણઆતિથ્ય કરવા વીરધવલ રાજા પોતે પોતાના મંત્રી સહિત સામે આવ્યું. પછી રાજા સાંગણની સાથે અને મંત્રી ચામુંડની સાથે કલ્પાંતસ્થિતિને સૂચવનાર એવું યુદ્ધ કરવાને ધસ્યા. આ વખતે બીજા દ્ધાઓ પણ કેપથી રક્ત બની પોતાના નામ અને
ખ્યાતિ પૂર્વક રણભૂમિમાં સામા પક્ષના સુભટને બેલાવીને પરસ્પર સંગ્રામ કરવા લાગ્યા. તે વખતે તેમની વચ્ચે કુંતાકુંતિ, મુષ્ટામુષ્ટિ, શરાશરિ અને ખાનગીવડે એવી લડાઈ થઈ કે જે દેવને પણ દુઃસહ થઈ પડી. “અરે ! ભાગી ન જા ! સ્વસ્થાને ઉભો રહે ! પોતાના કુળને કલંકિત ન કર !” આ પ્રમાણેની સુભટની વાગ્ધારા ભવા લાગી. તે વીર સુભટના રણોત્સવને જોઈને દેવાએ પોતાના નિનિમેષ નેત્રનું ફળ મેળવ્યું. એ વખતે પ્રચંડ સમરાંગણમાં બંધુ સહિત સાંગણને ક્ષણવારમાં હણીને મંત્રી