________________
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર પિતાના પતિ પાસે આવી અને ત્યાંને સર્વ વૃત્તાંત નિવેદન
ર્યો. તે સાંભળીને કેપથી રક્ત થયેલ નેત્રવાળા રાજાએ સંગ્રામની તમામ સામગ્રી તૈયાર કરાવી. વિનોની શાંતિને માટે સુભટ લેકે યાચકોને માગ્યા પ્રમાણે દાન દેવા લાગ્યા. કુશળ જન સર્વ અર્થસિદ્ધિના પ્રથમ કારણરૂપ એવું દેવપૂજન કરવા લાગ્યા. વીર પુરૂષ નરેન્દ્ર પાસેથી પરમ પ્રસાદ પામીને હર્ષ પામતા રિપુગજને ભંગ કરવાને ઉત્સુક થઈ સિંહનાદ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ તેઓ ઐરાવત હસ્તીના દર્પને પણ મરડી નાખે તેવા દેખાવા લાગ્યા. કેટલાક સુભટ જાતિવંત ઘેડાઓને નિર્મળ કરીને વિવિધ રચનાથી શણગારવા લાગ્યા, અને કેટલાક જયલક્ષ્મીને વરવા નિમિત્તે દિવ્ય આયુધોને પૂજવા લાગ્યા. રાજભવનમાં શત્રુઓને ત્રાસ પમાડનાર એવાં ત્રિવિધ વાજિંત્રો વાગવા લાગ્યા અને વિરાંગના પગલે પગલે રસિક ગીતે ગાવા લાગી. તે વખતે સંગ્રામરસના ઉત્સાહથી પુષ્ટ બની ગયેલા બહાદુર સુભટના અંગ પર બખ્તરે સમાતાં નહોતાં, અને રથની ઉપર ઉછળતા ધ્વજાંચલનાં મિષથી જાણે તેમની કીર્તિ નૃત્ય કરતી હોય એમ લાગતું હતું. કેટલાક સુભટે હર્ષ પૂર્વક પોતાની વલ્લભાના કયુગલથી આનંદકારક મેદિક આરોગવા લાગ્યા, અને કેટલાક દિલની શાંતિ માટે કપૂરના પૂરથી સુગધી કરેલ અને દહીંથી મિશ્ર કરંબકનું ભક્ષણ કરવા લાગ્યા. કેટલાક પોતાના શરીરના સુખ નિમિત્તે ચતુ- જાતક (જાયફળ, જાવંત્રી, તજ અને તમાલપત્ર)થી ઉકાળેલા દુધ પીવા લાગ્યા. કેટલાક દ્રાક્ષારસ, કેટલાક મદા, કેટલાક