________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
આળાવુ. સારૂ'; પણ પાતાના માનખંડનને સહન કરવું તે સારૂં નહીં. વળી હે વ્હેન ! તું ધિના સંબંધ કરાવવા માટે અહીં આવી હશે, પણ સંગ્રામમાં કદી તારા સ્વામી મરણ પામશે-તા તેથી તુ વિધવા નહિ થાય. કારણ કે–સ્રીએ અગ્નિદાહ, વિષાવેગ યા શસ્રઘાતથી થયેલા વિધવાપણાના દુઃખનેજ અધિક માને છે(રણસંગ્રામમાં પતિ મરણ પામે તે તેને દુઃખ તરીકે લેખવતી નથી.) વળી હે · ભદ્રે ! આ સંબંધમાં તું લેશ પણ ચિંતા કરીશ નહિ, કારણ કે સ`ગ્રામમાં તારા પતિને મારીને અમે તારૂં બીજી પ્રૌઢ અને ભવ્ય નવું ઘર મ`ડાવીશું. વળી એમ સાંભળવામાં પણ આવે છે કે વિધવા સ્ત્રીઓને યૌવન પ્રાપ્ત થતાં પુનર્લગ્ન કરવાના વિધિ રાજવ‘શીઓમાં આ કળિકાળ માટે નિષેધ કરાયેલેા નથી.’
*
પેાતાનાં ખએનાં આવાં કનિષ્ઠ વચને સાંભળીને સીતાની જેમ જગતને આનંદૅ આપનારી અને શીલસુગ'ધવડે સુશાભિત એવી વીધવલ રાજાની પ્રાણપ્રિયાએ તેમને કહ્યું કે-“હે ભ્રાતાએ ! હું ભર્તાના વિયાગને લીધે વિધુર થતી નથી, પણ રાજમાન્ય એવા તમને કંઈક સ્વાભાવિક (સાચુ’) કહેવા માગુ' છું. તમારામાં એવા કોઇ એક પણ નથી કે જે પેાતાના મંત્રી સાથે અશ્વરત્નપર આરૂઢ થયેલા સમરાંગણમાં અર્જુનની જેમ ખાને છેડનારા, શલ્ય સમાન શત્રુરૂપ દુઃસહ શલ્યને દૂર કરનારા, શત્રુ સામે યત્નપૂર્વક પેાતાના ખડ્ગ-રત્નને નચાવનારા, ટાટાપનુ ભાન કરાવે એવા ઉન્નત ભાલાને ધારણ કરનારા,