________________
૬૬.
દ્વિતીય પ્રસ્તાવ વક ચક્રને મૂકનારા અને અનેક પ્રકારનાં આયુધેને ધારણ કરનારા એવા તે વીરપુરંદરને કલ્પાંત-કાળના સૂર્યની જેમ ક્ષણભર જેવાને પણ સમર્થ થાય. શત્રુના સામર્થ્યને જોયા સિવાય તે બધા બડાઈ મારે છે, પરંતુ યુદ્ધમાં તો. કઈ વિરલ વીર પુરૂષ જ ઉભું રહી શકે છે. વળી પતિ મરણ પામતાં મને બીજું ઘર મંડાવવા તમે કહ્યું તે તમારૂં કથન, બરાબર મૂMશિરોમણિને ચેષ્ટિત જેવું જ લાગે છે. પતિ મરણ પામતાં જે સ્ત્રી અન્ય વરને વરે છે, તે એકવીશવાર રૌરવ નરકમાં પડે છે. સ્કંદપુરાણના કાશીખંડમાં કહ્યું છે કે-“વ્યભિચારી વામાઓ શીલનો ભંગ કરતાં માતાના, પિતાના અને પતિના–એમ ત્રણેના કુળને નરકમાં પાડે છે અને પોતે આ લોકમાં અને પરલોકમાં દુઃખિત થાય છે. શીલરક્ષામાં તત્પર રહી જે સ્ત્રી પિતાના ભર્તારને અનુસરે છે તે પાપપંકથી લેપાયેલા પિતાના આત્માને વિશુદ્ધ બનાવે છે, વળી સદાચારમાં તત્પર રહી દેવ-ગુરૂનું સ્મરણ કરતાં પોતાના પિતા તથા પુત્રાદિક સહિત જે સ્ત્રી પોતાના ઘરમાં નિવાસ કરે છે તે સતીઓમાં ભૂષણરૂપ લલના પોતાના સદાચરણથી બંને પક્ષ સાથે પોતાના આત્માને અવશ્ય તારે છે. સ્કંદપુરાણમાં કહ્યું છે કે-“પતિ મરણ પામતાં જે સ્ત્રી બરાબર વૈધવ્યા પાળે છે તે પુનઃ પિતાના પતિને મેળવીને સ્વર્ગનાં સુખ ભેગવી શકે છે. વધારે શું કહેવું? રણભૂમિમાં સર્વના પ્રચંડ બાહુદંડનું બળ દેના જાણવામાં આવશે.”
આ પ્રમાણે કહીને જયલતા ત્યાંથી વિદાય થઈ