________________
દ્વિતીય પ્રસ્તાવ શર્કરાયુક્ત જળ અને કેટલાક ઈશુરસ પીવા લાગ્યા.
યુદ્ધને દિવસે પ્રાતઃકાળમાં શ્રી પરમાત્માની પૂજા કરીને યાચક લેકને કૃતાર્થ કરનાર, ક્ષત્રિયોની શ્રેણથી સુશોભિત, જેણે બખ્તરને ધારણ કરેલ છે એ, મૂર્તિમા જાણે પ્રોત્સાહ હોય તે તથા “અનિર્વેદ એ જ લક્ષ્મીનું મૂળ છે” એમ સમજનારે વસ્તુપાળ મંત્રીશ્વર રાજભવનમાં આવ્યો, એટલે રિપને પરાસ્ત કરે એવી મહાપૂજાની વિધિથી સર્વ પ્રકારની લક્ષ્મીના સ્વામી અને સુખકારી એવા દેવાધિદેવ શ્રી આદિનાથનું પૂજન કરીને વીરધવલ રાજા ત છત્ર ધરાવતા રાવત જેવા ઉન્નત હાથી પર આરૂઢ થયા. પછી બંદીજનોથી ઉત્સાહિત થયેલ, અસાધારણ પરાક્રમી, ગુરૂ (પુરોહિત) અને મંત્રી સહિત ઈંદ્રની શેભાને પણ વિડંબના પમાડનાર, તથા પગલે પગલે ઈચ્છા કરતાં અધિક દાન આપનાર એ તે રાજા પ્રૌઢ સંગ્રામની સામગ્રી સાથે સમરાંગણમાં આવ્યા; એટલે મહા વેગવાળી બહુ સેનાથી પરિવૃત્ત સમુદ્રની જેમ ચારે બાજુ ગર્જના કરતો તેજસ્વી જનેમાં અગ્રેસર, ઓજસ્વી, તથા સાક્ષાત્ પ્રચંડ એવા પોતાના ભાઈ ચામુંડદેવ સહિત સાંગણું રાજા પણ સમરાંગણમાં આવ્યો. પછી પોતપોતાના સ્વામીના કાર્ય માં એકનિષ્ઠાવાળા એવા બંને સિન્ય વચ્ચે મનુષ્ય અને સુરાસુરોને ઉદ્દબ્રાંત કરનાર એવું યુદ્ધ પ્રવત્યું. સુભટે વીર પુરૂષ ઉપર જાણે પ્રસન્ન થયા હોય તેમ બાણેની શ્રેણિથી આપને દૂર કરનાર મંડપ રચવા લાગ્યા. બંને