________________
૬૮
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ચિત્ય જોઈને મંત્રી સહિત રાજા વિસ્મય પામ્યો. ત્યાં વાજ ( ) વંશમાં ઉત્પન્ન થયેલ તાલધ્વજ (તળાજા) પુરના રાજાએ હેકારવ તથા વેગથી વિરાજિત એવા અ તેને ભેટ કર્યા, અને બહુ જ મધુર વચનથી તેને પ્રસન્ન કર્યો, કારણ કે પુણ્યોદય પ્રકટ થતાં જગતમાં કોઈ પણ પ્રતિકૂળ થતું નથી.
આ પ્રમાણે આખા સૌરાષ્ટ્રના દુજેય રાજાઓને જીતીને મંત્રીના બળથી વીરધવલ રાજા દુપ્રાપ્ય એવું સમ્રાટ્રપદ પામ્યો. પછી યાચક જનોને સંતુષ્ટ કરતે રાજા
જ્યાં વિજાની શ્રેણિઓ બાંધવામાં આવી છે અને જ્યાં. ધવલ-મંગલના વનિ સ્કુરાયમાન છે એવી પિતાની રાજધાનીમાં (ધોળકામાં) આવ્યો. પછી રાજાને અને રાજગુરૂને નમસ્કાર કરીને રાજાને અને પૂજ્ય જનેને ઉલ્લાસ પમાડનાર તથા તેનાથી ઉલ્લાસ પામનાર અને રાજવૈભવને જેણે વધારી આપેલો છે એ મંત્રી રાજાની રજા લઈને પિતાના આવાસમાં આવ્યો. ત્યાં “દાન એ ધનવંતને ગુણ. છે અને ધન એ દાતારનો ગુણ છે, પણ એ ધન ને દાન. પરસ્પર વિયુક્ત હોય (જુદાં જુદાં હોય) તે વિડંબના માત્ર છે.” આ પ્રમાણે ચિંતવીને પિતાના લઘુ બંધુ સહિત વસ્તુપાલ મંત્રી રાજે સ્થિર મનથી પિતાના ઘરદેરાસરમાં
અષ્ટ પ્રકારી પૂજા રચીને, નગરનાં અલંકારરૂપ એવા સર્વ જિનચેમાં વિધિપૂર્વક ચિત્યપરિપાટી–મહત્સવ કર્યો, અને સાધર્મિકવાત્સલ્ય, ગુરૂવંદન, બંદીજનમોચન, અને હજારો