________________
૫૭
દ્વિતીય પ્રસ્તાવ હવાથી દંડને યોગ્ય છે. કારણ કે જવારાને કટુ ઔષધ વિના ગુણ થતો નથી.” આ પ્રમાણેનાં વસ્તુપાલનાં વચન સાંભળીને પૂર્વે આસ્વાદ મેળવેલ હોવાથી અખંડ તેજસ્વી થયેલ તે શ્રીમાન્ રાજા ઉત્સુક થઈને તે તરફ ચાલતાં પશ્ચિમ દિશામાં પણ પ્રકાશવા લાગ્યો. પછી માનથી જેનું અંગ વર્ધમાન છે એવા વર્ધમાન (વઢવાણ) નગરના રાજાને, ગોહિલવાડના રાજાઓને તથા તેમના ભાયાતને પિતાના બળથી તાબે કરી તેમની પાસેથી ઘણું ધન પડાવી ચારે બાજુથી શલ્યને દૂર કરતા રાજા વામનસ્થલી (વણથલી) પાસે આવ્યો. ત્યાં સરેવરના તટપર ફુટ (આડબરથી) સેનાને ગોઠવીને અને મંત્રીને આગળ કરીને રાજાએ આવાસ કર્યો.
હવે તે વણથલીમાં વીરધવલ રાજાના સાળા સાંગણ અને પ્રચંડ ચામુંડ નામના બે ભાઈ રાજ્ય કરતા હતા. તેઓ વનસ્થલીમાં (વનમાં) રહેલા ગજેંદ્રના જેવા ધનના ગર્વથી ઉદ્ધત, ભયરહિત, અને નિર્દય હતા, અને તેમની પાસે લક્ષ્મી પણ પુષ્કળ હતી. મંત્રીએ રાજાની આજ્ઞા લઈને નેહાલાપ સાથે મધુર વચનથી તેમને સંદેશે. કહેવરાવવા એક સ્પષ્ટવક્તા ભાટને મેક. એટલે સભામાં બેઠેલા, રાજમંડળ યુક્ત તથા પિતાના લઘુ બંધુથી વિરાજિત એવા સાંગણ રાજા પાસે જઈને નમન કરી તે ચાલાક ભટ્ટરાજે કહ્યું કે જેના બાહુદંડ પ્રચંડ છે, વાયુથી અગ્નિની જેમ જે વસ્તુપાલ મંત્રીથી દુસહ છે અને જે મર્યાદાને સાચવનાર સમુદ્ર જેવો છે એ વીરધવલ રાજા