________________
દ્વિતીય પ્રસ્તાવ ,
પપ જનોને કુપથ્ય છોડાવવાની જેમ પાપીજને પાસેથી સંપ ત્તિનું બળ દૂર કરાવવાથી જ પરિણામે ગુણકારી થાય છે, કહ્યું છે કે
" राजदंडभयात्पापं नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः" ॥
અધમજને રાજદંડના ભયથી પાપ કરતા નથી, મધ્યમજને પરલોકના ભયથી પાપ કરતા નથી અને ઉત્તમજને તે સ્વભાવથી જ પાપકાર્યમાં પ્રવૃત્તિ કરતા નથી.” જે સ્વામી પોતે સમર્થ છતાં પાપીના ચેષ્ટિતની ઉપેક્ષા કરે છે, તે પણ પેલા પાપીના કર્મના કેટલાક ભાગથી બંધાય છે. પ્રજાના ધર્મને છઠ્ઠો ભાગ તેનું રક્ષણ કરનાર રાજાને પ્રાપ્ત થાય છે અને જે રક્ષણ ન કરે, તો પ્રજાના અધમને છઠ્ઠો ભાગ પણ તેને લાગે છે. આગમમાં પણ કહ્યું છે કે, પ્રજાના પુણ્ય પાપને વશમે ભાગ ચક્રવતને, દશમે ભાગ વાસુદેવને અને છઠ્ઠો ભાગ માંડલિક રાજાને મળે છે. આ પ્રમાણે વિચારીને તેણે પ્રજાને પીડનારા અને લક્ષ્મીના મદથી મદે--
મત્ત થયેલા એવા અનેક મનુષ્યની ધનમદને ધ્વંસ કરવાવડે ચિકિત્સા કરી.
અનુક્રમે ધનબળ અને સિન્યબળ અધિક થતાં વસ્તુ-. પાળે સર્વ રાજવને પિતાને સ્વાધીન કરી લીધો. પછી એક દિવસે રાજ્યકારભાર બધા તેજપાલને સોંપીને વસ્તુપાલ વરધવલ રાજાને વિજ્ઞપ્તિ કરી કે, “શિષ્ટોનું