________________
દ્વિતીય પ્રસ્તાવ
૪પ. તે મહાત્મા બોલ્યા કે-“હે ભદ્રે ! કલ્યાણુસ્વરૂપ એવા અષ્ટાપદ તીર્થ પરથી ચારશુશ્રમણ એ હું માસખમણના પારણે અહીં આવ્યું છું.” આ પ્રમાણે મુનિનું કથન સાંભળીને રાણીએ તે અષ્ટાપદ તીર્થનું સમસ્ત સ્વરૂપ અને માહાસ્ય તેમને પૂછ્યું. એટલે તે મહાત્માએ તે બધું કહી સંભળાવ્યું. તે સાંભળીને તે તીર્થની યાત્રા. સ્નાત્ર અને પૂજનથી પ્રગટ થતા મહાત્ લાભને જાણી તે સતી સ્ત્રી તે તીર્થની યાત્રા કરવાની ઉત્કંઠાના રસથી આકુળ વ્યાકુળ થઈ ગઈ, અને સત્ય બ્રહ્મ (બ્રહ્મચર્ય)માં જેણે પિતાના આત્માને સ્થાપિત કર્યો છે એવી તે રાણીએ તે તીર્થને વંદન કરવાના નિમિત્ત વંદન ન થાય ત્યાં સુધીને માટે ભેજનાદિકના ત્યાગને અભિગ્રહ ધારણ કર્યો. પછી ગગનગમનના સામર્થ્ય વિના અષ્ટાપદ ગિરિપર જવાને અસમર્થ એવી તે આ પ્રમાણે ભાવના ભાવવા લાગી કે“અહે ! ચારણુશ્રમણને તથા વિધાધર રાજાઓને ધન્ય છે કે જેઓ એ તીર્થ પર વારંવાર જઈને ચાવશે ભગવંતને વંદન કરે છે. તે પુરૂષજ વંદનીય અને ગ્લાધ્ય છે તથા તેમને જન્મ જ સફળ છે કે જેમાં વિવિધ તીર્થોમાં ફરીને સદા યાત્રાનો લાભ લીધા કરે છે. આ પ્રમાણે ચિંતારૂપ સમુદ્રમાં નિમગ્ન થયેલી એવી તે રાણીને રાજા વિગેરેએ બહુ પ્રકારે સમજાવી છતાં મહા સત્ત્વવતી. એવી તેણે પિતાનો અભિગ્રહ મૂક્યો નહિ. આથી તેનું દુઃખ રાજાના નિર્મળ મનમાં પણ પ્રતિબિંબિત થયેલું પ્રધાનપુરૂષના જોવામાં આવ્યું. એવામાં રામશેખર દેવનું