________________
દ્વિતીય પ્રસ્તાવ
શ્રાવકના ભેદુથી એ પ્રકારે કહેવામાં આવેલા છે.”
ઈત્યાદિ દેશના સાંભળીને રાજાએ તે વખતે શ્રી ગુરૂની પાસે સમ્યગ્દર્શનથી પવિત્ર એવા શ્રાવકધર્મ અંગીકાર કર્યા. પછી ગુરૂમહારાજને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને જન– સપત્તિને જોતાં કૌતુકી રાજાએ નગરમાં પ્રવેશ કર્યાં. એવામાં રાષથી રક્ત થયેલા રાજપુરૂષો કોઇ સારી આકુતિવાળા પુરૂષને વધ્યભૂમિ તરફ લઇ જતા હતા. તે જોઈને નગરજનાને વિસ્મય પમાડતા, મહાતેજસ્વી તથા પવિત્ર દયારૂપ અમૃતનેા સાગર એવા રાજા રસ્તે જતાં તે રાજપુરૂષ। પાસેથી તરત જ પેલા વધ્ય પુરૂષને ઉઠાવીને આકાશમાં ઉડયો. અને સત્ત્વશાલી એવા તે વાયુવેગથી તરત જ પેાતાને નગરે આવ્યેા. ત્યાં તે પેાતાનાં સાત ભૂમિવાળા ભવનમાં આકાશમાગે ઉતર્યાં. તરત જ નગરજનાના સર્વ વ્યાધિ એકી સાથે દૂર થઈ ગયા. એ અવસરે સભ્રમથી જેનું વસ્ત્ર સ્ખલિત થયું છે એવા મહીચ દ્ર કુમારે મત્રી વિગેરે પરિવાર સહિત ત્યાં આવી તાતના ચરણમાં નમસ્કાર કર્યાં અને ન્યાય-ધર્મની અભિવૃદ્ધિથી સવ પ્રજા આનંદ પામી.
૪૩
પછી પાતાના કુમાર વિગેરેને રાજાએ પૂછ્યું કે‘સમસ્ત પ્રજા વિશ્ર્વ રહિત અને આબાદ છે ? એટલે ચિવાદિક ખાલ્યા કે−હે સ્વામિન્! આપના પ્રસાદી સ સુખી છે.’
અન્યદા સાથે લાવેલા પેલા પુરૂષનું સક્રિયાવડે સન્માન