________________
દ્વિતીય પ્રસ્તાવ
-
૪૧
“અહો ! રાજાઓમાં મુગટ સમાન નરેન્દ્ર ! સમસ્ત વિશ્વ
કરતાં તમારું સત્વ, ધિય અને આંતરિક કારૂણ્ય કંઈ - અલૌકિક જ છે. અહો ! લોકમાં કે શાસ્ત્રમાં જોવામાં કે
સાંભળવામાં પણ નથી આવી એવી અનુપમેય તમારી મનોવૃત્તિ અને પરોપકાર બુદ્ધિ છે. છ માસ કષ્ટ સહન કરતાં પણ આ એક ગુટિકા પ્રાપ્ત ન થાય તેવી બે ગુટિકા તમારા સત્ત્વથી તમે એક જ દિવસમાં પ્રાપ્ત કરી, અને તે બંને તૃણની જેમ એક ક્ષણવારમાં અન્ય અથી જનેને આપી દીધી. તે સત્ત્વથી હું રામશેખર નામે દેવ તમારા પર સંતુષ્ટ થયે છું. માટે હે રાજન્ ! તમે મનોવાંછિત ફળને આપનાર વર માગો. કારણ કે અનઘ (નિર્દોષ) એવું દેવદર્શન કેઈને પણ નિષ્ફળ થતું નથી.” રામશેખર દેવનાં આ પ્રમાણેનાં વચને સાંભળીને વિનીત રાજાએ તેને નમસ્કાર કરીને કહ્યું કે-“હે શ્રેષ્ઠ દેવ ! મારા પવિત્ર પુણ્યોદયથી જો તમે મારા પર સંતુષ્ટ થયા છે, તે મૌનાવલંબી એવા આ સર્વ જનોને તમારા ચરણરૂપ કલ્પવૃક્ષની સેવાના રસિક બનાવી એમના મનોરથ પૂર્ણ કરે.” રાજાના આવા નિઃસ્પૃહતાવાળા વચન સાંભળીને અધિક રંજિત થયેલ યક્ષરાજ રાજાને કહેવા લાગ્યો કે-“હે રાજન ! આ લોકો સત્ત્વહીન હોવાથી મારા પ્રસાદને એગ્ય નથી, છતાં આપનું વચન ઈંદ્રને પણ અનતિકમ' છે તો હે રાજન્ ! મારા જેવા એક સામાન્ય દેવની શી વાત?” એમ કહીને રાજાના
૧ ઉલ્લંઘી ન શકાય એવું.