________________
४८
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
આ હાર તેને આપ્યા છે.’ આ પ્રમાણેનું તેનું કથન સાંભળીને નિઃસ્પૃહ જનમાં શિામણિ એવા રાજાએ ષિત થઇ તે હાર તેને પાછા આપીને વિસર્જન કર્યાં. એટલે તેણે સ્વસ્થાને જઈ નમસ્કારપૂર્વક તે હાર રાજાને આપીને ત્યાંનુ સ્વરૂપ નિવેદન કર્યુ.
,
એકદા અરિષ્ટ નગરથી સાથે લાવેલ પેલા પુરૂષને રાજાએ એકાંતમાં પૂછ્યું કે−હે ભદ્ર ! તું કોણ છે? અને તારી આવી અવસ્થા શાથી થઇ? તે કહે.” એટલે તે બેન્ચેા કે—“હે રાજેંદ્ર ! હું પારાસર નામે બ્રાહ્મણ છું. મહાભારત તથા બીજા પુરાણાના સારા અભ્યાસી છું. દેવના આદેશથી હું જે કંઈ કહેતા હતા તે પ્રાયઃ સત્ય પડતુ હતું અને તેથી મને યથેચ્છ ધન પ્રાપ્ત થતુ” હતું. એકદા કોઈ રોગયુક્ત રાજપુત્રના રોગની શાંતિને માટે મે વિધિપૂર્વક મંત્રાપચાર કરવા માંડયા. પરંતુ દૈવયેાગે રાજકુમાર તે રાગથી મરણ પામ્યા. તેથી પૌરજનામાં મને દુઃસહુ અપવાદ પ્રાપ્ત થયા. અને તેજ કારણથી રાજાના આદેશવટે રાજપુરૂષો મારા વધ કરવા માટે મને લઇ જવા લાગ્યા. એવામાં હે કરૂણાસાગર રાજન્ ! તમે ત્યાં પધાર્યા અને અકસ્માત્ મને ઉઠાવીને અહીં લાવ્યા. આપના પ્રસારૂપ અમૃત રસના આસ્વાદથી તથા આપના શ્રૃંગારરૂપ સુકૃતના ઉદયથી મને નવજીવન પ્રાપ્ત થયું.”
તે પુરૂષનું આ પ્રમાણેનુ સ્થન સાંભળીને રાજાએ કહ્યું કે-“જો તું આવા કથાકાર છે તે મારી પાસે યથારૂચિ