________________
દ્વિતીય પ્રસ્તાવ
રાજાએ મારા હાથે આ વિષાપહારી હાર આપને માકલ્યા છે. માટે હે રાજન્! મૈત્નપ્રભ રાજા પર પ્રસાદ કરીને પ્રીતિ-પલ્લવના કારણભૂત આ હાર આપ ગ્રહણ કરે.”
૪૭
આ પ્રમાણેનાં તેનાં વચના સાંભળીને ભરત રાજા વિસ્મય પામીને ચિતવવા લાગ્યા કે−‘ અહા ! રત્નપ્રભ રાજા કૃતજ્ઞ જનેામાં એક મડનરૂપ છે. કેમકે મારા કરેલા એક અણુ માત્ર ઉપકારને ન વિસારતાં તે સુમેરૂ સમાન પ્રત્યુપકાર કરવાને ઇચ્છે છે.' પછી તે પુરૂષને પ્રમાદ પમાડતાં રાજાએ કહ્યું કે- ધીમાન્ ! વધારે શું કહું? તારા સ્વામી ધન્ય પુરૂષામાં અગ્રેસર છે, કે જે એક સામાન્ય લઘુ ઉપકારને પણ મેાટામાં મોટા માની રાજ્યલક્ષ્મીના સારભૂત આ હાર મને આપવાને ઇચ્છે છે, પરંતુ હે ભદ્ર ! હું ખીજા કેાઇની સદ્રસ્તુ* ગ્રહણ કરતા નથી. તથાપિ આ દિવ્ય હારની ઉત્પત્તિ મને કહે.' એટલે તે કહેવા લાગ્યા કે, ‘હે દેવ ! સાંભળે, અમારા સ્વામીના રાજ્યમાં પ્રજાપાલનમાં તત્પર, રાજ્યકારભારની ધુરાને ધારણ કરનાર, જિનશાસનરૂપ કમળને વિકસાવવામાં સૂર્ય સમાન તથા ન્યાયમાના દીપક તુલ્ય મતિસાગર નામે મુખ્ય પ્રધાન હતા. તે સમ્યકૃત્વપૂર્વક શ્રાવક ધર્મનું આરાધન કરીને પ્રથમ દેવાકમાં ઇંદ્રના સામાનિક દેવ થયે. તેણે અમારા રાજામાં વિવિધ શુદ્ધ અને સ્થિરતાયુક્ત એવા સમ્યક્ત્વ ગુણની પરીક્ષા કરીને સંતુષ્ટ થઈ પ્રત્યક્ષ આવીને * ઉત્તમ વસ્તુ—કિંમતી વસ્તુ.