________________
શ્રીવસ્તુપાલ · ચરિત્ર ભાષાંતર
સ્વીકાર કર્યા છતાં એ કાર્ય ઉભયલાક વિરૂદ્ધ સમજીને તેના માતા-પિતા વિગેરેએ દેહમાંથી દુષ્ટ રાગની જેમ તે ગૃહિણીને ઘરની બહાર કહાડી મૂકી, એટલે તેના વિયેાગ દુઃખથી દામાદર બ્રાહ્મણ મરણ પામ્યા, અને વનમાં મૃગ થયા. એવામાં દૈવયેાગે પેલી શબને ત્યાં આવેલ જોઇને તે મૃગ કામાતુર થયા અને મેહથી તેની પાછળ દોડતાં ભીલ લેાકેાએ તેને પકડીને મારી નાખ્યા. એટલે તે જ વનમાં તે વાનર થયા અને પાછી શખાને જોતાં તે જ પ્રમાણે દૃઢ સ્નેહપાશથી થઈ તેની પાછળ દોડતાં લોકોએ તેને અટકાબ્યા, એટલે તીવ્ર દુ:ખના ઉદયથી પીડિત થઈ ને તે મરણ પામ્યા અને વાણારસી નગરની પાસે માલૂર નામના ગામમાં તે દારિદ્રયના દૃષ્ટાંતરૂપ એવા દિન્ત નામે બ્રાહ્મણ થયા. ષટ્ક`માં રક્ત અને વેદવિદ્યામાં પારગત એવા તે વિપ્ર એકદા વાણારસીમાં કોઈને ઘેર દક્ષિણા લેવા ગયા, ત્યાં લાંખા કેશવાળી એવી પાતાની પૂર્વ પ્રિયા શ'બાને જોઈને જાતિસ્મરણ પામતાં માહથી મૂઢ અનેલા તે હર્ષ પામ્યા. પછી ગંગાના તટપર સ્વજનાએ અટકાવ્યા છતાં માહગર્ભિત વૈરાગ્યના વશે તેણે તે સ્ત્રીની સાથે અનશન કર્યું. એવા અવસરમાં તેમના સુકૃતથી આકર્ષાયેલ અને સાધુઓમાં અગ્રેસર એવા શ્રુતસાગર નામે મુનિ ત્યાં પધાર્યા. એટલે અંતરમાં હર્ષ પામી સ્રીસહિત દિને તેમને વંદન કર્યુ. એટલે તે મહાત્માએ તેમને માહના નાશ કરનારી ધર્મદેશના આપી. તે સાંભળીને તે રાગરહિત થયા. અને ત્યાંથી મરણ પામીને પુણ્યના પ્રભાવથી તે