________________
ભરત નામે રાજા થયો અને જો તેની સુલોચન, નામે રાણી થઈ.” ( આ પ્રમાણેનું આખ્યાન સાંભળીને રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થતાં તેણે વિચાર્યું કે-“અહે! આ બ્રાહ્મણે મારા જ પૂર્વ ભવ કહી બતાવ્યા. અહો! સંસારનું સ્વરૂપ ખરેખર વચનને અગોચર છે. આવા પ્રકારની ભાવના તે નિરંતર પિતાના મનમાં ભાવવા લાગ્યા. પછી જેના અંતરમાં સંવેગસાગર ઉદ્યસાયમાન છે એવા ભરતરાજાએ સમ્યગ્દશનથી વિશુદ્ધ એવા શ્રાવકના બાર વ્રત અંગીકાર કર્યા અને ભૂમિમંડલને જિનમંદિરની શ્રેણીથી મંડિત કરતા છતા કલ્પવૃક્ષની જેમ ઉપકાર વડે તે સર્વ લકોને આનંદ આપવા લાગે. પછી નાના પ્રકારની વ્યાધિઓને દૂર કરનાર એવા ગુટિકાના સ્નાત્ર-જળથી તેણે પિતાના નગરના બધા લોકોને રેગરહિત કર્યા. તથા યથેચ્છ અન્ન વિગેરેના દાનથી અને યથેષ્ટ દ્રવ્યના દાનથી તેણે અસ્થિર જગતમાં પણ પોતાની કીતિને સ્થિર કરી. સમુદ્રના જળબિંદુઓની સંખ્યા થઈ શકે પણ તે રાજાના ઉપકારની સંખ્યા થઈ શકે તેમ નહોતી. પછી ઘણા સુખવાળું એવું રાજ્ય ચિરકાળ ભેળવીને પરિગ્રહથી મુક્ત થઈ યુગમંધરસૂરિ પાસે તેણે સંયમ અંગીકાર કર્યું. પછી દ્વાદશાંગીને અભ્યાસ કરી સૂરિપદ પામીને અનુક્રમે કાળ કરી બારમા દેવલોકમાં મહર્તિક દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને તે ભરત રાજા મહાવિદેહમાં ચકવતી થઈમોક્ષમંદિરમાં જશે.