________________
૪૦
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર થઈ ગયા છે એવા અગાઉથી ત્યાં બેઠેલા ઘણું પુરૂષ રાજાના જોવામાં આવ્યા. એટલે રાજાએ કઈ એક પુરૂષને પૂછયું કે તમારા જેવા અહીં કેટલા મનુષ્ય છે?” તે બોલ્યો કે અમે અહીં એકસે મનુષ્યો છીએ.” એટલે રાજાએ ચિંતવ્યું કે મારે અહી કાર્યસિદ્ધિ થવી દુઃસાધ્ય છે. તથાપિ સત્વનું અવલંબન કરીને ગંગાના પ્રવાહને મહાદેવે મસ્તક પર ધારણ કર્યું હતું તેમ સ્નાનજળ ધારણ કરવાને રાજાએ પોતાનું મસ્તક પ્રણાલી નીચે સ્થાપન કર્યું. એટલે વીજળીના ઉદ્યોતસમાન અને કાયર જનોને ત્રાસના કારણરૂપ જળ રાજાના મસ્તક પર પડતા ચમકવા લાગ્યું. અને સ્થિર આસનથી બેઠેલા રાજાની આગળ તે જળપ્રવાહમાંથી સ્કુરાયમાન પ્રભાવવાળી એક ગુટિકા તરત જ પ્રગટ થઈ. તેને હાથમાં લઈને દુઃખી પ્રાણીઓ પર પ્રેમાળ એ રાજા ચિંતવવા લાગ્યું કે આ લોકોના મનોરથ હજુ સુધી અપૂર્ણ છે તે ત્યારે અગાઉ મારાથી મારે સ્વાર્થ કેમ સધાય ? કારણ કે દષ્ટિગોચર થયેલા સુધા-તૃષાથી પીડિત જનેને નિરાશ રહેવા દઈને મહાપુરૂષોને ભેજન કરવું યુક્ત નથી, તેમ મને ભીષ્ટ મેળવવાની ચિંતામાં નિમગ્ન થયેલા આ બધાને મૂકીને મારે પિતાને સ્વાર્થ સાધી લે યોગ્ય નથી.” આ પ્રમાણે ચિંતવીને રાજાએ તે ગુટિકા કઈ એક પુરૂષને આપી દીધી. એ રીતે બીજી ગુટિકા મેળવીને બીજાને આપી. એવા અવસરે નરેંદ્રના અતુલ સત્ત્વથી સંતુષ્ટ થયેલ રામશેખર દેવ પ્રત્યક્ષ થઈને આ પ્રમાણે કહેવા લાગે કે