________________
૩૮
? એ
પછી રાતા
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર લે, અને હું તારી આગળ બેસીને તને પવન નાંખીશ. કારણ કે સુકૃદયથી જ બોલાવ્યા વિના અતિથિ ઘરે આવે છે.” આ પ્રમાણેનાં રાજાનાં વચન સાંભળી તરતજ શય્યામાંથી ઉઠી વિનયથી રાજાના ચરણકમળને નમસ્કાર કરીને તે બોલ્યો કે-હે મહારાજ! એમ કરવું આપને ઉચિત નથી, કારણ કે આપના ગુણો સુરાસુર અને મનુષ્યોને આદરણીય છે. વળી સર્વ પ્રાણીઓ પર અને વિશેષે સજજનોપર અકૃત્રિમ ઉપકાર કરવાથી તમે આ ભારતભૂમિમાં એક તિલકસમાન છે.” આ પ્રમાણેના તેના કથનથી રજિત થયેલા રાજાએ તેની ગુટિકા તેને પાછી આપી. કારણ કે મહાપુરૂષને અન્યની સંપત્તિની ઈચ્છા હતી જ નથી. એ વખતે પેલો પુરૂષ બલ્ય કે- હે દેવ ! મારા પર પ્રસાદ કરીને કામધેનુની જેવી અમૂલ્ય અને ઈચ્છિત આપનાર આ ગુટિકાને આપ ગ્રહણ કરે. એના પ્રભાવથી વેચ્છાએ આકાશમાં જઈ શકાય છે અને એના જળ-છંટકાવથી વિવિધ પ્રકારના વ્યાધિઓ નાશ પામે છે. તે સાંભળીને રાજા બોલ્યા કે-“પારકું કંઈ પણ લેત નથી, પરંતુ હે સુજ્ઞ! એની પ્રાપ્તિનું સ્થાન તું મને કહે.” આ પ્રમાણેને આદેશ થતાં તે વિદ્યાસિદ્ધ પુરૂષ બોલ્યો કે- “હે સ્વામિન્ ! દક્ષિણ દિશામાં મલયાચલના મંડનરૂપ શશાંક સમાન મંડલાકાર, નાના પ્રકારના વૃક્ષોથી વિરાજિત અને ભુવનમાં અદ્દભુત એવું રામશેખર દેવનું એક ભવન છે. તે આશ્ચ
કારી એવી દિવ્ય શોભાથી દેવાંગનાઓને કીડા કરવાના સંકેતરથાન સમાન અને આથી જનેના મને રથને પૂરનાર