________________
૩૬
શ્રીવસ્તુપાળ ચરિત્ર ભાષાંતર
થાય તેટલુ પુણ્ય પરોપકાર કરવાથી પ્રાપ્ત થાય છે.” આ પ્રમાણે મ`ત્રીઓને કહી તેમને રાજ્યકાની ધુરાના અગ્રપદપર સ્થાપન કરીને જેણે પાપકારની જ એક દ્વીક્ષા ગ્રહણ કરી છે એવા અને દાક્ષિણ્ય-ગુણવાળા જનામાં અગ્રેસર એવા ભરત રાજા પેાતે યથાયેાગ્ય સર્વ જનાના મનારથને પૂર્ણ કરવા લાગ્યા.
એકદા નાના પ્રકારના પ્રાણીઓને વિવિધ પ્રકારના વ્યાધિઓથી ગ્રસ્ત થયેલા જોઇને ચિંતાતુર થયેલ રાજા આ પ્રમાણે ચિંતવવા લાગ્યા કે ‘કોઈ પણ પ્રકારના સત્કમ થી હું સ્કુરાયમાન ગુણશ્રેણિવાળા રાજા થયા છુ, પણ મૃત્યુ, વ્યાધિ અને વિયાગથી વ્યાકુલ થતા પ્રાણીઓનું રક્ષણ કરવાને મારામાં કઈ પણ સામર્થ્ય નથી, તેથી આ મારી સંપત્તિની સાથે એક સામાન્ય જ'તુની જેમ મારૂ પ્રૌઢ અન્વય પણ વૃથા છે. અને તેથી ચ'ચાનર (ચાડીયા) ની જેમ ચેાગ-ક્ષેમથી રહિત હેાવાથી મારૂ' રાજાપણ' નામ માત્રજ છે. કારણ કે રાગથી પરવશ થઈ ધર્મરાજના ધામમાં જતા (મૃત્યુ પામતા) એક સામાન્ય મનુષ્યનું રક્ષણ કરવાની પણ મારામાં શક્તિ નથી.” આ પ્રમાણેની ચિંતાથી ગ્રસ્ત થયા છતા પાતાના ભવનની સાતમી ભૂમિપર જઈ નિદ્રા માટે જેવેા તે શય્યા પાસે જાય છે તેવામાં તેની શય્યામાં સુખનિદ્રાએ સુતેલ, સુવર્ણ સમાન કાંતિથી ભાસુર અને સારી આકૃતિવાળા એવા કોઈ પુરૂષ તેના જોવામાં આવ્યા, અને
* સુખ મેળવી આપવું તે યોગ અને તેનું રક્ષણ કરવું તે ક્ષેમ.