________________
દ્વિતીય પ્રસ્તાવ
૩૫ સમાન લોચનવાળી સુલોચના નામે મહારાણી હતી. તે વિવેકવતી, અને જેના ઉભય પક્ષ (પાંખ)ની શોભા વિશુદ્ધ છે એવી હંસસમાન વિલસિત ગતિ કરનારી તથા પિતાના ભર્તાના માનસ (સરોવર)માં વાસ કરનારી હતી. તેમને નિર્મળ સદગુણથી વસુધામાં પ્રખ્યાત અને ભદ્રગજેની જે પરાક્રમી મહીચંદ્ર નામે પુત્ર હતું. તે રાજાને રાજાપ્રજાના કાર્યોનો બેજો ઉઠાવવામાં ધુરંધર, બુદ્ધિશાળી અને કુલીન એવા ભૂયી પ્રમુખ મંત્રીઓ હતા. સર્વ ઐશ્વર્યના સુખ-સાગરરૂપ એ ભરત રાજા પરોપકાર સિવાય અશ્વ કે હસ્તીની કીડામાં, ગીત, કાવ્ય કે કથામાં, યુવતિઓની લીલામાં કે નાટક વિગેરેના પ્રેક્ષણમાં લેશ પણ રંજિત થતો નહોતે.
એકદા સુકૃત-જળના પ્રવાહરૂપ એવા તે રાજાએ મંત્રીઓને કહ્યું કે-“ મહીચંદ્ર યુવરાજ કુમારની સાથે સારી બુદ્ધિવાળા એવા તમે સમસ્ત રાજ્યની એવી રીતે સંભાળ રાખો કે જેથી લોકમાં ન્યાય અને ધર્મને બાધા ન આવે અને હું તેની સર્વ ચિંતા તજી દઈને હૃદયને અભીષ્ટ એવી વસ્તુઓનું નિર્નિદાન દાન આપી પ્રાણીઓ પર યથાશક્તિ ઉપકાર કરી શકું. જ્યાં સ્વાર્થ કરતાં પરાર્થ (પરોપકાર) અધિક ભાસે છે–તેજ પુરૂષ આ લોકમાં રહ્યા છતાં દેથી પણ વખણાય છે, પિતાના પ્રાણ અને ધનનો વ્યય કરીને પણ મનુષ્ય પોપકાર કરવો. સ ય કરવાથી જેટલું પુણ્ય ન
* નિયાણ વિનાનું–સુખભોગાદિ ફળપ્રાપ્તિની આશા વિનાનું.