________________
દ્વિતીય પ્રસ્તાવ
૩૩ જનેને તે ધનસમાન છે, અનાથને નાથ છે અને ગુણહીન જનને ગુણના નિધાનરૂપ છે. સર્વ ધર્મોમાં ઉપકારને ઉત્કૃષ્ટ ગણેલે છે અને ધર્મ સર્વથા સુખકર છે એ વાત સર્વ દર્શનને સંમત છે. ઉપકાર દ્રવ્યથી અને ભાવથી–એમબે પ્રકારે કહેલો છે, સુજ્ઞ જનોએ સર્વ પ્રાણીઓ પર યથાશક્તિ ઉપકાર કરે. દુઃખથી આત્ત થયેલા એવા નીચ જને પણ જે તે તપ તે કરે છે, પણ લોકો પર ઉપકાર કરવાને તો મહાજને જ સમર્થ થાય છે. વળી કહ્યું છે કે
“અપકાર કરવાને તો વિષધરે (દુજન) પણ સમર્થ છે, પરંતુ ઉપકાર કરવો તે ઈંદ્રને પણ દુષ્કર છે.” આ જગતમાં કેટલાક વિદ્વાને હોય છે, કેટલાક ગીઓ હોય છે, કેટલાક ગુણોમાં વિદગ્ધ હોય છે, કેટલાક મદેન્મત્ત હાથીઓના કુંભસ્થલને ભેદનારા પ્રસિદ્ધ અને પ્રૌઢ વીરજન હોય છે, કેટલાક સદાચારી હોય છે, કેટલાક રૂપવડે સુંદર હોય છે અને કેટલાક મોટા પ્રતિષ્ઠિત હોય છે; પરંતુ જેની શક્તિ સદા પરોપકારમાં જ વપરાય છે એવા પુરૂષ તો જગતમાં વિરલા હોય છે. દીન, દરિદ્ર, નિરાધાર અને દુઃખિત, તથા સુધાતૃષાની પીડાથી અત્યંત પીડિત એવા પ્રાણીઓ પર પવિત્ર દયા લાવી પિતાની શક્તિ પ્રમાણે અન્ન–પાનાદિક આપીને જે તેમને શાંતિ આપવી તેને તત્ત્વજ્ઞ પુરૂષએ દ્રવ્ય-ઉપકાર કહે છે, અને તે પણ આ જગતમાં અદભૂત સૌભાગ્ય સંપત્તિના પરમ સ્થાનરૂપ છે. અને જ્ઞાન,
વ. ૩