________________
३४
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર દર્શન, ચારિત્ર, તપ, ક્ષમા, સમ્યકત્વ અને શીલયુક્ત મહાત્માઓની અત્યંત ભક્તિ કરવી તથા નિઃસ્પૃહ ભાવથી શેભતા એવા જનામાં સમ્યજ્ઞાન અને કિયાદિક ગુણોનો આરોપ કરવો તે ભાવ-ઉપકાર કહેવાય છે. સંપત્તિ અને શરીરનું પ્રૌઢ ઐશ્વર્ય પામીને પ્રાયઃ પુણ્યવંત પુરૂષે જ અન્ય પ્રાણીઓ પર ઉપકાર કરી શકે છે. સ્વર્ગ અને મોક્ષના સુખો તથા ચકવતી વિગેરેની સંપત્તિ-એ દ્વિવિધ ઉપકારનું જ ફળ છે-એમ સુજ્ઞ જન કહે છે. તેમાં માત્ર દ્રોપકારથી પણ આ ભવ અને પરભવમાં અનેક પ્રકારની સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે. તે સંબંધમાં ભરત રાજાનું દષ્ટાંત આ પ્રમાણે છે –
ભરતક્ષેત્રમાં ઇંદ્રપુરી સમાન અને અદ્દભુત લક્ષમીના ધામરૂપ ભેગપુર નામે નગર છે. ત્યાં ભરત નામે રાજા રાજ્ય કરતો હતો. તે ભાગ્ય અને સૌભાગ્યનું નિધાન તથા પિતાની કીર્તિરૂપ કપૂરની સુગંધથી ભારતભૂમિને વાસિત કરતો હતો. વળી તે દ્વિધા ધર્મકળા (ધર્મ અને ધનુર્વિદ્યા)માં કુશળ, દ્વિધા સમિતિ (સંગ્રામ અને રાજસભા)માં તત્પર, અને દ્વિધા ક્ષમાભુત્ (રાજા અને ક્ષમવાનું)માં મુખ્ય હતો, છતાં તે ત્રણે પ્રકારે વીર હતા. વળી તે રાજા પોતાના અંતઃકરણમાં સંગ્રામ વખતે શત્રુસમૂહને તથા દાન વખતે સુવર્ણ સમૂહને તૃણસમાન ગણતો હતો. તેને પ્રશસ્ત શરીરની શોભાથી સર્વ સ્ત્રીઓમાં અગ્રેસર અને નીલકમલ
* ધર્મવીર, શરીર, ક્ષમાવીર.