________________
દ્વિતીય પ્રસ્તાવ
વસ્તુપાલ મત્રી નિરતર પવિત્ર થઈને અતિશય ભાવથી સ અભીષ્ટને આપનાર એવા શ્રીજિનેશ્વરની પૂજા કરતા હતા. કહ્યું છે કે,
• હે ભવ્ય જને ! વિપુલ અને અનુપમ મ’ગળના કારણરૂપ, દુતિસંતતિના તાપને દૂર કરનાર તથા પ્રાણીઓના સ મનાથને પૂર્ણ કરનાર એવી જિનપૂજા તમે નિરતર કરશે.'
એકદા પેાતાના પરિવાર સાથે તથા સુબુદ્ધિના સાગર એવા પેાતાના બધુ તેજપાલ સાથે પૌષધશાળામાં આવીને વસ્તુપાલ મંત્રીશ્વરે ભક્તિપૂર્વક આગમને જાણનારા એવા દેવપ્રભ ગુરૂને વંદન કર્યું, કારણ કે ગુણવંત જનાની સમ્યક્ પ્રકારે પૂજા કરવી એજ વિવેકવૃક્ષનુ ફળ છે. તે પ્રસગે ગુરૂમહારાજે તેની આગળ પુણ્યરૂપી આરામને સુધાની નીક સમાન, પાપને દૂર કરનાર તથા માર્ગને બતાવનાર એવી આ પ્રમાણે ધ દેશના આપી
શરીરે આરેાગ્ય, ભાગ્યના અભ્યુદય, સ્વજનામાં પ્રભુત્વ, ભુવનમાં મહત્ત્વ, ચિત્તમાં વિવેક અને ઘરમાં વિત્ત એ મનુષ્યને પુણ્યના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. આ જગતમાં પરમ હિતકારક એક ધર્મ જ જયવંતા વર્તે છે કે-જે મધુરહિત જનને ખંધુસમાન છે, મિત્રરહિતને મિત્રસમાન છે, વ્યાધિની વ્યથાથી બેહાલ થયેલાને સારા ઔષધ સમાન છે, રાતદિવસ દરિદ્રતાથી જેમનુ મન પીડિત છે એવા