________________
:૩૦.
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર (જમાન) છે.” આ પ્રમાણે વિકસિત મનથી સત્ય વાણી કહીને અંતરમાં પ્રસન્ન થયેલા ચુલુક રાજાએ સુકૃતભાગી એવા તે બંને મંત્રીશ્વરેના કર-કમળને સુવર્ણ-મુદ્રાથી સુશોભિત બનાવી દીધા અને પ્રસન્ન થયેલા રાજાએ મહા પરાક્રમી એવા વસ્તુપાલને મહા અદ્દભુત શોભાવાળા એવા શ્રીસ્તંભતીર્થ (ખંભાત)ની તથા ધવલક્ક નગરની પ્રભુતા (કુલ સત્તા) આપી.
સ્વાભાવિક પ્રજ્ઞાના પ્રકર્ષથી નિર્મળ તેજવાળા એવા તે બંનેને રાજા તરફથી સમસ્ત રાજસત્તા સોંપવામાં આવતાં કુલદેવતાના અદ્દભુત માહાસ્યથી તથા તેમના પુણ્યના પ્રભાવથી જગતમાં તેમની અતિશય ખ્યાતિ પ્રસરવા લાગી. તે વખતે તીર્થકરને જન્મ થતાં અને સૂર્યને ઉદય થતાં જીવલેક જેમ પરમ ઉત્કર્ષને પામે, તેમ રાજમંદિરમાં મહોદય થવા લાગ્યા અને અથજનોના મનોરથની શ્રેણિની સાથે દેશ, કેશ, અો તથા હસ્તીઓની સંપત્તિમાં રાજા તથા જિનશાસન મહોદયને પામ્યા. પછી વિદનોની શાંતિને માટે સુપાત્રે દાન આપી નગરના સમસ્ત લોકોને વિવેકથી પ્રસન્ન કરીને અતિથિની જેમણે પૂજા કરી છે એવા તથા અનેક ક્ષત્રિયેથી સેવાતા એવા તે બંને મંત્રીશ્વરો રાજાએ આપેલા એક પ્રૌઢ મંદિરમાં નિવાસ કરીને રહ્યા. એ વખતે જેમને ઉત્સાહ વધારવામાં આવેલો છે એવા નગરવાસીઓએ વિવિધ ભેટ ધરીને તે રાજ્યદત્ત મંદિરમાં પ્રવેશ કરતી વખતે તેમને વર્ધાપન–મહત્સવ કર્યો. આ અવસરે વેદવિદ્યામાં કુશળ તથા શાંતિ-કમને કરતા