________________
- ૩૭
દ્વિતીય પ્રસ્તાવ તેની પાસે સ્કુરાયમાન તિથી ગૃહાંગણને પ્રકાશિત કરનાર એવી એક ગુટિકા પડેલી જોવામાં આવી. એટલે વિસ્મયના આવેશથી વિવેશ થયેલ તે રાજા ગુટિકા હાથમાં લઈને પિતે પેલા પુરૂષને વાયુ નાખવા લાગ્યા. એવામાં અવિદ્યાની જેમ ઈાિના કાર્યને અટકાવનાર એવી નિદ્રાનો ત્યાગ કરીને પેલો દેગી તરત જ આકાશમાં ઉડ્યો પણ વધારે ઉડી ન શકવાથી નભસ્તલથી તે જ પલંગપર પાછા પડતાં સમીપે રહેલા રાજાને જોઈને તે ગી અત્યંત ભયભ્રાંત થઈ ગયો. તેને તેવી અવસ્થામાં જઈને રાજા દયા લાવીને બેલ્યો કે- હે ભદ્ર! તું ભય ન પામ, પણ તું કોણ છે અને કયાંથી આવેલ છે ? તે કહે.” એટલે તે બે કે “હું દૂર દેશમાં રહેનાર અને ક્ષત્રિયવંશમાં ઉત્પન્ન થયેલ અનંગકેતુ નામે ગુટિકાસિદ્ધ પુરૂષ છું. ગુટિકાના પ્રભાવથી સ્વેચ્છાએ શ્રીપર્વત પર જવા માટે બહુ માર્ગ ઓલંઘતાં શ્રાંત થયેલ હોવાથી વિશ્રાંતિને માટે આપની શધ્યાને રક્ષક વિનાની જોઈને દુર્વિનીત અને જડભરત એવો હું તે પર સુતો અને નિદ્રાવશ થયે. હે રાજન્ ! અત્યારે જાગ્રત થઈને આકાશમાગે ઉડતાં ગુટિકાના અભાવે ઉડી ન શકતાં હું પાછો પડ્યો, માટે તે વિશે ! હે કરૂણાસાગર ! અપરાધી એવા મારા પર પ્રસન્ન થઈને પ્રાણીઓને પરમપ્રિય એવું મને જીવિતદાન આપો.” આ પ્રમાણેનાં તેનાં વચનો સાંભળીને કૃપાળુ રાજા આદર સહિત બેલ્ય કે- હે ભદ્ર! કંઈ પણ ભય રાખ્યા વિના આ શય્યાને આશ્રય લઈ તું તારી ઇચ્છા પ્રમાણે હજુ પણ નિદ્રાસુખ