________________
-૪૪.
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર કરીને તેના સ્વરૂપને જાણવાની ઈચ્છાથી જેટલામાં રાજા તેને કંઈક પૂછવા જાય છે, તેવામાં કોઈ સુંદરકાર પુરૂષ આકાશમાંથી ઉતરીને અતિશય મનહર એક હાર રાજાને અર્પણ કર્યો. એટલે પોતાના શરીરની જેવા મનહર તે મુક્તાહારને હાથમાં લઈને રાજાએ તેને કહ્યું કે-હે ભદ્ર! તું કોણ છે? અને આ મુક્તાહાર શા કારણે તું મને આપવા ઈચ્છે છે ?” તે પુરૂષ પ્રણામ કરીને બોલ્યો કેહે દેવ ! દેવને પણ દુર્લભ એવે આ હાર તમને શા કારણે હું અર્પણ કરવા માગું છું તે સાંભળો.”
આ ભરતક્ષેત્રમાં સિંહલદ્વીપના મંડનરૂપ જયાવત નામે નગર છે. ત્યાં રત્નપ્રભ નામે રાજા રાજ્ય કરે છે. અત્યંત સૌંદર્ય–સંપત્તિવાળા એવા તે રાજાને રત્નાવતી નામે રાણી છે, તે જગતમાં પ્રશસ્તિની જેમ નિર્મળ પ્રભાથી અદભુત, પતિવ્રતા, ગુણવતી, જૈન ધર્મ પરાયણ, પ્રાજ્ય સામ્રાજ્યની સૌખ્ય, લક્ષ્મીના એક સારરૂપ તથા મૃગલીના જેવા મનોહર લોચનવાળી છે. એકદા તેમના ભવનમાં અસીમ પ્રશમના સાગર અને ગુણોથી પ્રસન્નતાને ધારણ કરતા એવા સુવ્રત નામે મહામુનિ પધાર્યા. એટલે સુડું દિવસના ઉદયને કરતા એવા તેમને સૂર્ય સમાન ભાસુર જોઈને તે રાણીનું મુખ-કમળ પદ્મિનીની જેમ અત્યંત પ્રફુલ્લિત થયું. પછી તેમને આસન પર બેસાડી વંદના કરીને તે રાણીએ અંજલિ જોડી પૂછ્યું કે હે ભગવન્! જંગમ તીર્થરૂપ આપ આજે અહીં કયાંથી પધાર્યા છે એટલે