________________
- ' ઉલ્લાસ ૧ લો
૨૮: જનેને દૂર કહાડી, સહજ શત્રુઓનો જય કરી અને શ્રીપતિના ચરિત્રને આદર કરીને જે આપ વસુધાને ઉદ્ધાર કરવા માગતા હે તે આપે કરેલો પ્રગટ આદેશ (હુકમ) મારે શિરસાવધ છે, નહિ તે આપને સ્વસ્તિ થાઓ. હે નાથ ! આપની અનુપમ રાજ્યવ્યવસ્થાનો અધિકાર પામીને મારે રાજભવનના ભંડારની સાથે પ્રજાને પણ ઉન્નતિએ લાવવી છે, અન્ય રાજપુત્રો (રજપુત) વિગેરેના અન્યાય દૂર કરવાના છે અને દેવગુરૂની ત્રિવિધ રીતે સેવા બજાવવી છે. પરંતુ અમે મંડલીનગરથી પિતાના કુટુંબ અને ધન સાથે અત્યારે આપની સેવા કરવા અહીં આવ્યા છીએ, અને હાલ સાધુની રત્નત્રયીની જેમ અથવા શંભુના ત્રણ ગુણની જેમ અમારા ઘરમાં ત્રણ લાખ દ્રવ્ય છે. જ્યારે કઈ ચાડીયા વિગેરેના કહેવાથી આપના હૃદયમાં અમારી ઉપર વિપરીતભાવ પેદા થાય ત્યારે આપની ઈચ્છા પ્રમાણે અમારી પાસે અત્યંત દુસ્સહ શરત કરાવીને તે ધન અને અમારા પરિવાર સાથે અમને મુક્ત કરવા. આ સંબંધમાં આપના કુલગુરુની સાક્ષીએ આપે અમને વચન આપવું પડશે.”
આ પ્રમાણે કહીને વસ્તુપાલ મંત્રીશ્વર વિરામ પામ્યા, એટલે મિતના મિષે સ્નેહસહિત પ્રસાદરૂપ અમૃત વરસાવતાં રાજાએ કહ્યું કે-“આ સર્વાગ સામ્રાજ્ય અને આ રાજ્ય-સંપત્તિ, એ બધું અમે તમને જ સ્વાધીન કરીએ છીએ, અને આ સંબંધમાં શંભુની આજ્ઞા તેમજ પિતા તથા સામેશ્વર ગુરૂ સદાને માટે મારા સાક્ષીભૂત