________________
t". ઉલ્લાસ ૧ લે
ર૭:
છે કે જેથી રાજ્યભારને વહન કરવામાં અપૂર્વ ધારી સમાન તમે અમારા નગરમાં આવ્યા. અમને પિતા પુત્રને જે આ મહારાજ્ય પ્રાપ્ત થયું છે તેમાં તમને મુખ્ય. પ્રધાન બનાવવાનો અમારો દઢ વિચાર થયો છે, તેથી ગર્જના કરતા હાથી, અો, અને પદાતિઓથી પરિપૂર્ણ આ રાજ્ય ન્યાય, વિનય અને ધર્મના સાક્ષીરૂપ આ સમસ્ત લક્ષ્મી તથા જેનાથી ત્રણે જગતને ઉપકાર થઈ શકે એવો. આ રાજ્યકારભાર અત્યારે અમે તમારા હસ્ત-કમળમાં સેપીએ છીએ.”
આ પ્રમાણેની પ્રસાદથી મધુરી તથા આનંદામૃતને. ઝરનારી એવી રાજાની વાણી સાંભળીને તે બંને ભાઈઓ વિચારવા લાગ્યા કે “અહે! આ સમર્થ રાજાઓએ પૂર્વે સાંભળવામાં કે જોવામાં પણ નહીં આવેલ એવું જે મહામાન આપણને એકાએક આપ્યું તે ખરેખર ધર્મને જ પ્રભાવ છે. કહ્યું છે કે –
પ્રેમાળ પત્ની,વિનયી પુત્ર, ગુણી બંધુ, માયાળુ સ્વજન. અત્યંત ચતુર મિત્ર, સદા પ્રસન્ન સ્વામી, નિર્લોભી અનુચર અને સુબંધુ (સ્વજનો) તથા મહામુનિઓના ઉપગમાં આવે તેવું ધન-આ શુભશ્રેણિ પૂર્વ પુણ્યના ઉદયથી કોઈકને જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે વિચાર કરી પિતાની દંતપંક્તિના પ્રકાશથી વસુધાને ધવલિત કરતો વસ્તુપાલ રાજાને કહેવા લાગ્યા. કે-“હે દેવ ! તે જ સેવકો પુણ્યવંત અને ગુણવંત જનોમાં અગ્રેસર ગણાય છે કે જેને પોતાનો સ્વામી પ્રસન્ન મુખકમળ.