________________
*ઉલ્લાસ ૧-લે
૨૫
દશન આપી પ્રસન્ન થઈને આર્યજેને ઉચિત એવા કાર્યનો તમને ઉપદેશ આપ્યો છે. કારણ કે “દેવતાઓ સાક્ષાત થાય, રાજાઓ સદા પ્રસન્ન રહે અને ઘરમાં યથેચ્છ સંપત્તિ આવે–એ ધર્મનું માહાસ્ય છે-એમ સંત જને કહે છે.” માટે દેવતાના કહ્યા પ્રમાણે એ મંત્રીઓને અખંડિત ભાગ્ય અને સૌભાગ્યયુક્ત અધિકાર આપો કે જેથી આપના રાજ્યને ઉદય થાય. કારણ કે રાજાએ ન્યાયનિષ્ઠ, ગુણોમાં ગરિષ્ઠ અને બુદ્ધિમાં વિશિષ્ટ એવા પ્રધાનને ઘણા પુણ્યથી જ મેળવી શકે છે. વળી હે દેવ ! ક્ષાર જળનું પાન કરવાથી જેમ ક્ષણવારમાં શરીરની શોભા નાશ પામે છે તેમ કુમંત્રીને રાજ્યમાં સ્થાપન કરતાં પ્રજાની લક્ષમીને નાશ થાય છે. જેમ સપના મુખમાં કે તેણે ડશેલ કલેવરમાં રૂધિર રહેતું નથી–તેમ દુષ્ટ અધિકારી આવતાં રાજા કે પ્રજાને ધનને લાભ થતો નથી. વળી વનરાજ પણ દેવને પણ અતિ દુર્લભ એવી આ ગુર્જર દેશના એશ્વર્યની સંપત્તિ મહા અમાત્યના બળથી જ પામ્યો હતો. હે રાજન ! આપની પાસે દેવીએ જે મંત્રિવને નિવેદન કર્યા છે તે રાજવ્યાપારને બહુ સારી રીતે ચલાવી શકે તેવા છે, ન્યાયશાસ્ત્રમાં વિશારદ છે, બહેતર કળાઓમાં કુશળ છે, સર્વ દશામાં પ્રેમાળ છે, જિનધર્મના ધરી છે અને પુરૂષોત્તમ સમાન છે. વળી તે શત્રુંજય તથા ગિરનારની યાત્રા કરીને અત્યારે રાજસેવાને માટે જ અહીં આવ્યા છે. તેઓ પહેલાં મને મળેલા પણ છે. હે દેવ! હવે જે આપ આદેશ આપતા હો તે તેમને અહીં લાવીને હું