________________
૨૩
ઉલ્લાસ ૧, લે મહદયને માટે જ થાય છે, અર્થાત્ મહદયને પામે જ છે.” હું આ ગુર્જર વસુધાની અધિષ્ઠાયિકા મહેણુલા નામે દેવી છું, અને સર્વત્ર પ્રસરતા તમારા પુણ્યથી આકર્ષાઈને તમને કહેવા આવી છું.” આ પ્રમાણે કહીને વીજળીની જેમ પિતાવી દેહ-કાંતિથી નભસ્તલને પ્રકાશિત કરતી તે દેવી તરત જ અદશ્ય થઈ ગઈ
આ પ્રમાણેના સ્વમની પ્રાપ્તિથી શુભને ઈછનાર એ વીરધવલ રાજા નિદ્રાને ત્યાગ કરીને આ પ્રમાણે ચિંતવવા લાગ્યો કે-“અહો! મારા મહાજજવલ પુણ્યથી જ દેવીએ આ સંપત્તિના સ્થાનરૂપ ઉપદેશ આપે છે, માટે એને મારે તરત જ અમલ કર જોઈએ. જેમ નેત્ર વિના મુખ અને સ્તંભ વિના ગૃહ ન શોભે, તેમ ઉત્તમ મંત્રી વિના રાજ્ય કદાપિ શોભતું નથી. વળી વેદવિદ્યારહિત બ્રાહ્મણો,
શીલરહિત મહર્ષિ એ અને મંત્રિહીન રાજાએ –એ ત્રણે પિતાના મૂળનું જ ઉછેદન કરનારા છે. કારણ કે ભુજબલવાળા રાજાઓ લમીને ઉપાર્જન કરે છે અને મંત્રીઓ તેને ન્યાયપૂર્વક વધારતા જાય છે. જો કે રત્નોને તે સમુદ્ર જ પેદા કરે છે, પણ તેને સંસ્કાર કરનારા ઝવેરીઓ હોય છે. જેમ વિચક્ષણ સ્ત્રી તથા પુત્ર સહિત ઘરમાં મહા ઉન્નતિ થાય-તેમ પ્રાજ્ય કાર્યોવાળા રાજયમાં જે સર્વનું રક્ષણ કરનાર મંત્રી હોય તે મહોદય થાય છે. પછી પ્રભાતે જેનું મુખકમળ વિકસ્વર છે એ રાજા બંધીજનના વિજયનાદ તથા વાજીંત્રોના ધ્વનિ સાથે