________________
ઉલ્લાસ ૧ લે
૨૧ જિનેશ્વર ભગવંતની પૂજા નિમિત્તે બાર ગામ અર્પણ કર્યા હતાં. તથા પાટણમાં એક સ્થળે જ જગતના સૌંદર્યની સંપત્તિ દર્શાવવાને તેણે લોક્યસુંદર નામે મંદિર કરાવ્યું હતું અને સિદ્ધપુર નગરમાં તેણે પ્રજાને આનંદ આપનાર અને કેલાસ પર્વત સમાન ઉન્નત એ શિવ-પ્રાસાદ કરાવ્યા હતા. કહ્યું છે કે-મદનભ્રમ રાજાએ દંડ તરીકે આપેલા એવા છ— કરોડ ગુરૂદ્રગ્સને વ્યય કરી જેણે સિદ્ધપુરમાં ચૌદસે પૂતળીઓ સહિત શંભુનું દિવ્ય મંદિર બંધાવ્યું. જગતના મંડનરૂપ એવો તે સિદ્ધરાજ જયવંત વર્તે.” વળી જેણે સજ્જન વ્યવહારી પાસે ગિરનાર તીર્થ પર ત્રણે જગતમાં ઉત્કૃષ્ટ એવું શ્રીનેમિનાથનું ચિત્ય કરાવ્યું, અને ત્યાં ઉંચા સુવર્ણ તથા પીત્તળનું મનોહર બિંબ કરાવતાં બહોંતેર કરેડ ક્રમ્મોને વ્યય કર્યો. અથી જનેને અભીષ્ટ આપનાર એવા એ રાજાએ પચાસ વર્ષ પર્યત ગુજરાતની પૃથ્વીનું રાજ્ય કરતાં સિદ્ધરાજ એવું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. તેની પછી કરૂણામૃતના સાગરરૂપ અને વિક્રમાદિત્યસમાન શ્રીમાન્ કુમારપાલ રાજા થયો. કહ્યું છે કે–પિતાની આજ્ઞાને વશ અને વિશાળ એવા પિતાના અઢાર દેશમાં પ્રસાર પામેલી હિંસાને ચૌદ વરસ પર્યત પિતાના તેજથી સર્વથા દૂર કરાવીને પોતાના પાપને નાશ કરવા જૈન રાજા કુમારપાલે પોતાના કીત્તિસ્તંભ સમાન ચૌદસે જિન મંદિર બંધાવ્યાં.” ત્રીશ વરસ અને આઠ માસ સુધી રાજ્ય કરતાં જેણે જૈનધર્મનું ઐશ્વર્ય એકાતપત્રરૂપ કરી દીધું. તે પછી