________________
૨૪
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર જાગ્રત થયે. અને પ્રભાતે દેવાર્ચન, પાત્રદાન, દીનદયા, માતપિતાની ભક્તિ અને કૃપાલુત્ર–એ પાંચ પ્રાજ્ય પુણ્યને ઉત્પન્ન કરે છે. એ સૂક્તિનું સ્મરણ કરતાં કરૂણાના સાગર એવા રાજાએ શૌચાચારથી પિતાના દેહને નિર્મળ કરીને દેવાર્ચન કર્યું, સુપાત્રે દાન દીધું, દીનજનની સાર સંભાળ લીધી અને પછી નિર્મળ મનથી પિતાના તાતના ચરણોમાં નમસ્કાર કરવા તે પિતાના આવાસમાં આવ્યો. ત્યાં નેહી, વિનયી અને ન્યાયી એવો ચૌલુકય ભૂપાલ પિતાના તાતના ચરણ કમળને નમસ્કાર કરીને તેની આગળ બેઠે અને રાત્રિએ દેવતાએ આપેલ આદેશ યથાસ્થિત કહી સંભળાવ્યું. તે સાંભળીને લવણુપ્રસાદ રાજા તેને કહેવા લાગે કે –
એ પ્રમાણે જ આદેશ તે દેવીએ દ્વિધા નિશાંતે (અંતઃપુરમાં અને રાત્રિના અંતે) સુતેલા અને કંઈક નિદ્રાને પ્રાપ્ત થયેલા એવા મને પણ આપ્યો છે.” પછી પરસ્પર સંવાદ કરતાં તેને વેદવાક્યસમાન સત્ય સમજીને મનમાં વિસ્મય પામતા એવા તે બંને પિતાપુત્ર પરમ હર્ષ પામ્યા.
એવા અવસરમાં શ્રીમાનું સેમેશ્વરના નામથી પ્રસિદ્ધ એવો તેમનો કુલગુરૂ તેમને સ્વસ્તિ વાંચન સંભળાવવાને ત્યાં આવ્યું. એટલે તેને યથાયોગ્ય સત્કાર કરી અંતરમાં આનંદ પામતા તેમણે દેવતાએ કહેલ વૃત્તાંત પોતાના તે પુરેહિતને કહી સંભળાવ્યો. તે પ્રમાણેનું રાજાનું કથન સાંભળીને અત્યંત પ્રમોદ પામતા પુરોહિતે કહ્યું કે “તમારો પૂર્વને પુણ્ય પ્રભાવ જાગૃત થયા છે, કે જેથી દાક્ષાયણી દેવીએ સાક્ષાત્ પિતાના