________________
. ઉલ્લાસ ૧ :
૧૯ અનાવી, ત્યાર પછી ઈંદ્ર સમાન પ્રખ્યાત એવા તેના ચાગરાજ નામના પુત્રે પાંત્રીસ વર્ષ પર્યત રાજય કર્યું. પછી શત્રુઓનો નાશ કરનાર એવા ક્ષેમરાજ રાજાએ ધર્મ અને ન્યાયના ઉત્કર્ષથી પચીશ વરસ રાજ્ય કર્યું. ત્યાર પછી ઓગણત્રીશ વરસ ભૂયડ રાજાએ અને વીશ વરસ વૈરિસિંહ રાજાએ રાજ્ય કર્યું. ત્યાર બાદ સૂર્ય સમાન તેજસ્વી એવા રત્નાદિત્ય રાજાએ પંદર વરસ આ પૃથ્વીનું પાલન કર્યું, તથા સાત વરસ સામંતસિંહ રાજાએ રાજ્ય કર્યું. એ પ્રમાણે સત્ય એવા ચાવડાવંશના સાત રાજાઓ થયા.
હવે કાન્યકુજના સ્વામી એવા શ્રીમાન્ ભૂયડ રાજાને કહ્યું સમાન કર્ણાદિત્ય નામનો પુત્ર રાજા થયે. તેને પુત્ર ચંદ્રાદિત્ય, તેનો રોમાદિત્ય અને તેનો પુત્ર ભુવનાદિત્ય એમ અનુક્રમે ચાર રાજાઓ થયા. હવે ભુવનાદિત્યના જગતના જંતુઓને જીવાડનાર સંપત્તિવાળા રાજ, બીજ અને દંડક (ડલક્ક) નામે ત્રણ પુત્ર સોદર થયા. તેમાં નિર્દોષ, પુરૂષોમાં શ્રેષ્ઠ, વિદ્યાવાનું અને કૌતુકી એ રાજ પૃથ્વીમાં ભ્રમણ કરતે અનુક્રમે પાટણમાં આવી પહોંચ્યો. તેની અશ્વક્રીડાથી ચમત્કાર પામેલ સામંતસિંહે સ્ત્રીઓમાં મુગટ સમાન એવી પિતાની લીલાવતી નામે પ્લેન તેને પરણાવી. તેમને મૂલરાજ નામે પુત્ર થયે કે જે અનિ–સંભવપણાથી શંભુની જેમ પ્રખ્યાત અને અતુલ શેભાવાળો થયો. વિક્રમ સંવત્ (૯૦૦) માં ત્રણે પ્રકારે વીર શિરોમણિ અને ચૌલુક્ય–વશમાં ચંદ્રમા