________________
૧૮
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર - હવે કાન્યકુજ (કનાજ) દેશના તિલક સમાને અને પરમ સંપત્તિવાળા કલ્યાણકટક નામના નગરમાં છત્રીસ લાખ ગામના એશ્વર્યથી ઈંદ્ર સમાન અને અતિશય તેજના ભંડારરૂપ ભૂવડ (ભૂયડ) નામે રાજા હતો. તેણે પ્રસન્ન થઈને મહશુલ નામની પોતાની પુત્રીને દાયજાને ઠેકાણે સદાને માટે આ ગુજરભૂમિ આપી. પિતાના પ્રસાદથી ગુજરાતનું સ્વામિનીપદ પામીને અહીન તેજવાળી એવી તેણે ચિરકાલ એ ભૂમિ ભોગવી. પછી અનુક્રમે શુભ ધ્યાનથી તે મરણ પામીને વ્યંતરી (દેવી) થઈ અને તે ભૂમિની પૂર્વના નામથી પ્રસિદ્ધ એવી અધિષ્ઠાયિકા થઈ. એકદા સુખશય્યામાં સુખે નિદ્રામાં સુતેલ અને ધવલ ઉદયવાળા શ્રીમાનું વીરધવલ રાજાના પૂર્વના અતિશય પુણ્યથી આકર્ષાયેલ અને અંતઃપુરની ભૂમિકાને પ્રકાશિત કરનાર એવી તે દેવીએ પ્રત્યક્ષ થઈને પ્રગટ વાણીથી તેને કહ્યું કે હે રાજન ! પૂર્વે ગુજરાતમાં ચાપોત્કટ (ચાવડા) વંશમાં સૂર્ય સમાન તેજસ્વી અને મહાભુજાવાળે વનરાજ નામે રાજા થઈ ગયો. તેણે જાણે ઇંદ્રનો ભાગીદાર હોય તેમ
ગની શોભાને લઈને વિક્રમ સંવત્ ૮૦૨ માં મહીપીઠ પર વિશ્વવિખ્યાત એવું અણહિલપુર નામે નગર વસાવ્યું, અને શ્રી શીલાચાર્યના ઉપદેશથી તેણે એ નગરમાં શ્રી પાશ્વનાથની પ્રતિમા સહિત અને સુવર્ણ-કુંભથી શોભાયમાન એવું પંચાસર નામે જિનચૈત્ય કરાવ્યું, તથા ન્યાયના નિધાન એવા તેણે સાઠ વર્ષ પર્યત રાજ્ય કરતાં પ્રજાના અનેક કંટકે ઉરછેદીને આ વસુધાને રાજન્વતી