________________
૧૬
શ્રીવાસ્તુપાલ ચરિત્ર ભાષાંતર અનુપમા દેવીને તે કહેવા લાગ્યા કે-“અમે સ્વ-નિધાન દાટવાને માટે ગયા હતા ત્યાં ઉલટું આ સુવર્ણ–નિધાન પ્રગટ થયું, માટે હવે મનસ્વિની ! અમને પરિણામે ગુણકારી એવી સલાહ આપે કે એ નિધાનની અમારે શી. વ્યવસ્થા કરવી ? આ પ્રમાણે સુધાની મિઠાશને પણ જીતે એવી વસ્તુપાળ મંત્રીની વાણી સાંભળીને પ્રસન્ન અને લજજાથી નતમુખી થઈને તે બેલી કે-“
દ્રપાર્જન કરતાં ઉત્પન્ન થયેલ રભારથી (કર્મના ભારથી) જાણે અધોગતિએ જવાને ઈચ્છતા હોય એવા પ્રાણીઓ પોતાનું ધન ભૂમિમાં દાટે છે, માટે ઉચ્ચ પદવીને ઈચ્છનાર જનોએ તો તેમ ન કરતાં પોતાનું ધન, જગતની દષ્ટિમાં આવે તેવા સર્વોત્કૃષ્ટ સ્થાને સ્થાપવું જોઈએ. તેને માટે શત્રુંજય અને ઉજ્જયંત (ગિરનાર) એ બે તીર્થ શ્રેષ્ઠ ગણાય છે, કે જ્યાં આરૂઢ થતાં પ્રાણુને મુક્તિ અત્યંત નજીક થતી જાય છે. કહ્યું છે કે
ન્યાયપાર્જિત ધનથી જે એક્વાર પણ તીર્થયાત્રા કરવામાં આવે તો તે અવશ્ય હજારો અને કરડે ભવના પાપને ધ્વસ્ત કરે છે. માટે આત્મહિતાથી પુરૂષોએ અવશ્ય એ બને તીર્થમાં પિતાની લક્ષ્મીનો વ્યય કરવો કે જેથી લાખો વરસો થતાં પણ તે અન્યથા ન થાય. (અર્થાત્ લાખ વરસો સુધી તેનું ફળ મળતાં પણ તે ફળ અપૂર્ણ ન થાય.) આ પ્રમાણે સ્વાદિષ્ટ પચ્ય સમાન અનુપમા દેવીનાં વચને
નીચા મુખવાળી-વસ્તુપાલ પિતાના જ્યેષ્ઠ હેવાથી.