________________
ઉલ્લાસ ૧ લે
૧૫ સૂચવનારા શકુનોથી પ્રેરિત થઈ તેજપાલની સાથે તીર્થચાત્રા કરવા ચાલ્યા. શાસ્ત્રનિર્દિષ્ટ વિધિથી પોતાના સ્વજનો સહિત માર્ગે ચાલતાં તે બંને ભ્રાતા હડાલકપુર (માંડળ પાસે હડાળા ગામ)માં આવ્યા. પછી આગળ સૌરાષ્ટ્રમાં કંઈક અસ્વાથ્ય જોઈને ભગવંતની પૂજા કરી સાંજે તે બંને આ પ્રમાણે વિચારવા લાગ્યા કે “ભવિષ્ય કાળના ગિક્ષેમને માટે અહીં ભૂમિમાં કંઈક ધન દાટી રાખીએ. કારણ કે તે વિના ગૃહવ્યવહાર ચાલી ન શકે. એક કવિએ કહ્યું છે કે-જેની પાસે ધન હોય તે નર કુલીન, પંડિત, પ્રશંસાપાત્ર, ગુણજ્ઞ, વક્તા અને દર્શનીય પણ તેજ ગણાય છે, કારણ કે ધનમાં બધા ગુણો રહેલા છે.” પછી ઘરનું સર્વસ્વ ગણી જતાં ત્રણ લક્ષપ્રમાણુ દ્રવ્ય થયું. તેમાંથી એક લક્ષ દ્રવ્ય લઈને રાત્રે તે બન્ને ભાઈઓ કયાંક પ્રચ્છન્ન સ્થાને દાટવા ચાલ્યા. અર્ધ રાત્રે એક (વટ) વૃક્ષની નીચે આસ્તે આતે કેટલામાં ભૂમિ ખોદવા લાગ્યા, તેવામાં તેમના જાગ્રત થયેલા પુણ્યના પ્રભાવથી સોનામહોરોથી ભરેલ, શુભને આપનાર તથા કામકુંભ સમાન પૂર્ણ કુંભ પ્રગટ થયો. તે જોઈને અંતરમાં વિસ્મય પામતા તે બનને ભાઈએ વિચારવા લાગ્યા કે–“અહો ! પુણ્યને કેવો પ્રભાવ કે અહીં ઉલટું નિધાન પ્રગટ થયું!” પછી સિદ્ધિના કેષરૂપ પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરી આનંદપૂર્વક પોતાના દ્રવ્ય સાથે તે નિધાન પણ લઈને તે બન્ને ભાઈ ઓ સ્વસ્થાને આવ્યા અને સરસ્વતીની જેવી ઉદાર અને સાર બુદ્ધિ આપનારી તથા સદા માન્ય એવી (તેજપાળની સ્ત્રી)