________________
ઉલાસ ૧ લે
૧૩
૧. જગતના પૂજ્યપણાને ઈછતા એવા સુજ્ઞ પુરૂએ પુષ્પ અને ગંધાદિક વસ્તુઓથી અષ્ટ પ્રકારે ભગવંતની પૂજા. કરવી. સુગંધથી વ્યાસ અને તાજા એવા શતપત્રાદિક પુપેથી જે જગસ્વામીની પૂજા કરે છે, તે રાજ્યલક્ષ્મીને સ્વામી. થાય છે. એ પ્રમાણે ગંધ અને ધૂપાદિકથી ભગવંતની પૂજા. કરતાં પ્રાણી તે પૂજાને અનુસરતું કેટિગણું ફળ મેળવે છે.
૨. સમ્યક્ શ્રદ્ધા પૂર્વક જિનેશ્વરના કહ્યા પ્રમાણે વિધિસહિત જે અનુષ્ઠાન કરવું તે આજ્ઞાભક્તિ કહેવાય છે. એ આજ્ઞાભક્તિ ક્ષણ માત્ર પણ જેનાં અંતરમાં સ્થિતિ કરે છે તે શુભામાને અવશ્ય મુક્તિને લાભ પ્રાપ્ત થાય છે. અને એ વિના બધું ધર્માનુષ્ઠાન, કાચી માટીના કુંભમાં. રહેલ જળસમાન છે એમ સુજ્ઞ જેનો કહી ગયા છે. જેના મસ્તક પર જિનાજ્ઞા એક પુષ્પમાળા સમાન શેભે છે તેની આજ્ઞા સમસ્ત જગત્ શેષની જેમ પોતાના શિરપર ધારણ
૩. સુજ્ઞ જનોએ દેવદ્રવ્યનું ગમે તે રીતે પણ રક્ષણ કરવું. તેનું રક્ષણ કરવાથી પ્રાણીને અવશ્ય આસન્ન સિદ્ધિતા પ્રાપ્ત થાય છે. વ્રતી યા ગૃહસ્થ હોય પણ દેવદ્રવ્યનું હરણ કરનાર રૌરવ નરકમાં જ જાય છે, અને ચાંડાલની જેમ તે, નિંદાપાત્ર થાય છે. કહ્યું છે કે “દેવદ્રવ્ય યા ગુરૂદ્રવ્યથી વૃદ્ધિ પામેલ ધન કુળનો નાશ કરે છે અને મરણ પછી નરકમાં ઘસડી જાય છે.” દેવદ્રવ્યના નાશથી થયેલ પાપ સર્વ પાપ કરતાં વધારે ભયંકર છે, માટે દેવદ્રવ્યની રક્ષા • કરવામાં સતત પ્રયાસ કરે.