________________
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર
સમાન એ મૂળરાજ રાજા થયા, અને પ્રજાને હ પમાડનાર એવા તેણે સ્વર્ગના રાજ્યને ઈંદ્રની જેમ એ મહારાજ્યને પાંચાવન વરસ ભોગવ્યું. ત્યાર પછી તેજમાં સૂર્યસમાન, કળાવાનું અને કાંતિમાન્ એવા ચામુંડરાજ ભૂપતિએ તેર વરસ રાજ્ય કર્યું. તે પછી શત્રુએને દાસ બનાવનાર એવા વલ્લભરાજ થયા, કે જે પેાતાના ગુણાને લીધે છ મહિનામાં રામની જેવા લાકપ્રિય થઈ પડયા. અર્થાત્ છ મહિના જ રાજ્ય કર્યું.... પછી કલ્પવૃક્ષ સમાન દાતાર અને પ્રજાને સુખ આપનાર એવા દુર્લભરાજે સાડા અગીયાર વરસ રાજ્ય કર્યું. તે પછી દાતારામાં અગ્રેસર અને ભીમ પરાક્રમવાળા તથા પુનઃ સામવ‘શને શણગારવાને ભીમસમાન એવા ભીમ રાજા થયા, કે જેણે શત્રુઓની પરપરાના ઉચ્છેદ કરીને ખેતાલીશ વરસ એકછત્ર રાજ્ય
૨૦
કર્યું. ત્યાર પછી વિદ્યાવિશારદ જનાને કલ્પવૃક્ષસમાન એવા ક દેવ રાજાએ એગણીશ વરસ રાજ્ય ર્યું... કે જેના મનમાં દેવભક્તિના રસ સત્ર વ્યાપ્ત હતા અને અભિગ્રહ વિશેષથી જે દેવતાઓને પણ શ્લાઘ્ય હતા. તેની પછી પૃથ્વીના ભારને ધારણ કરવામાં પુરૂષોત્તમ સમાન એવા જયસિંહ નામે રાજા થયા, કે જેને અલિ (અન્ય રાજાએ અને બલવાન) ના બંધને માટે વામન સ્થિતિ (વામનપણું) કરવાની જરૂર પડી નહી- એ આશ્ચર્યની વાત છે. સુજ્ઞામાં શ્રેષ્ઠ એવા તેણે શત્રુ ંજય મહાતીર્થં પર
*કૃષ્ણને તા બળિરાજને બાંધવા માટે વામનપણું કરવું પડયું હતું.