________________
૧૪
૧૪
શ્રીવસ્તુપાલ ચરિત્ર ભાષાંતર ૪. જગતને પાવન કરનાર એવા જિનશાસનમાં જે પુરૂષ મહોત્સવ કરે છે તે જગતના નેત્રને એક મહત્સવરૂપ થાય છે. તે જ સમૃદ્ધિમાન પુરૂષ સૂર્યની જેમ પ્રશંસા પામે છે કે જે જિનશાસનને વિવિધ ઉત્સથી દેદીપ્યમાન કરે છે.
૫. સમસ્ત જગતમાં પ્રસિદ્ધ એવા શત્રુંજયાદિક તીર્થોની સુજ્ઞ જનેએ મોક્ષ-લક્ષમીની દાનશાળારૂપ યાત્રા અવશ્ય કરવી. તીર્થયાત્રા કરતાં પ્રાણીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેનું પ્રમાણ તો કેવળી ભગવાન જ જાણી શકે. કહ્યું છે કે “તીર્થયાત્રા કરવાથી શુભ ધ્યાન, અસાર લક્ષ્મીનું ફળ, ચાર પ્રકારના સુકૃતને લાભ, તીર્થોન્નતિ અને તીર્થંકરપદની પ્રાપ્તિ એટલા ગુણો પ્રગટ થાય છે.”
આ પ્રમાણેનાં ગુરૂ મહારાજનાં વચન સાંભળીને તે બંને તીર્થની યાત્રા કરવાને ઈરછનાર અને પવિત્ર ભાવને ધારણ કરનાર એવા પ્રધાને તેમને વંદન કરીને એકાંતમાં પૂછયું કે-હે મહાત્મન્ ! જે અત્યારે હું તીર્થયાત્રા કરૂં તો ભવિષ્યમાં મારો કંઈ વિશેષ અભ્યદય થાય તેમ છે? ગુરૂ બોલ્યા કે “હે ભદ્ર! તું જ્યારે યાત્રા કરીને (ધવલક્ક) ધોળકામાં આવીશ ત્યારે રાજ્ય-વ્યાપારના લાભથી તારે મહાન્ ઉદય થશે.”
પછી નિરંતર ઉદય પામતી પ્રજ્ઞાના તેજથી સૂર્યનો તિરસ્કાર કરનાર એવા તે મંત્રીએ તેજપાલ મંત્રીની સંમતિ લીધી અને પિતાના ઘરનું સર્વસ્વ લઈને સિદ્ધિને