________________
જીવના વીર્ય વિષે ભગવતી શ-૧. ઉ-૮
- (૧૫) ના વીર્ય વિષે હે ભગવાન ! જેના કેટલા ભેદ છે ? હે ગૌતમ ! જેના ૩ ભેદ છે.
૧. એકાંતબાલજીવઃ (મિથ્યાત્વી) ચારે ગતિના આયુષ્યને બંધ કરે છે.
૨. પંડિત જવ: (સંયમી સાધુ) તેમાં આયુષ્ય બંધની ભજના છે. કારણ કે પંડિત જીવની ગતિ બે છે. કોઈ તે અંતક્રિયા કરીને તે જ ભવે મોક્ષમાં જાય છે. તેથી તે આયુષ્ય કર્મના અબંધક છે, અને જે અંતકિયા નથી કરતા તે વૈમાનિક જાતિના દેવનું આયુષ્ય બંધ કરે છે.
૩. બાલપંડિત જીવઃ (શ્રાવક) દેશવિરતિ માત્ર, વૈમાનિક ગતિમાં બાર દેવલોક સુધીનું આયુષ્યબંધ કરે છે.
સમુચ્ચય જીવ અને મનુષ્યમાં ત્રણેય પ્રકારના જ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયમાં બે પ્રકારના જ હોય છે. તે બાલ અને બાલપંડિત. શેષ ૨૨ દંડકમાં માત્ર એક બાલવીર્ય હોય છે. તેને અલ્પબહ૦.
સમુચ્ચય જીવમાં સર્વથી ઘેડ પંડિત, તેનાથી બાલપંડિત અસંખ્યાતગુણ, તેથી બાલ અનંતગુણ, મનુષ્યમાં સર્વથી થડા પંડિત, તેથી બાલપંડિત સંખ્યાત ગુણે, અને તેથી બાલ અસંખ્યાતગુણ, તિર્યંચ પંચેંદ્રિયમાં સર્વથી છેડા બાલપંડિત, તેથી બાલ અસંખ્યાતગુણ :
ગૌતમ : હે ભગવન ! જ વીર્યવાળા છે કે વીર્ય વિનાના?
૧. વીર્ય એટલે વર્યાન્તરાય કર્મના ક્ષપશમ વિશેષથી પ્રાપ્ત થનાર એક વિશિષ્ટ શક્તિ. તે શક્તિ જે મિથ્યાત્વ, મોહ અને અનંતાનુબંધી કષાયથી પ્રેરિત થયેલી હોય તે તે શક્તિવાળો જીવ અસંયમી અને અવિરતિ હોય છે. તેથી તે બાલજીવ કહેવાય છે. અથવા વનરાયના ક્ષયોપશમથી પ્રાપ્ત શક્તિ જે મિથ્યાત્વ અને અપચ્ચકખાણાવણ કષાયના ક્ષેયોપશમથી પ્રેરિત હોય તે તે જીવ દેશવિરતિપણું અંગીકાર કરી શકે છે, તેથી તે બાલપંડિત કહેવાય છે,