________________
વિગ્રહ ગતિ ભગવતી -૧૪. ઉ–૧.
૩૨૧ એટલે વૈમાનિક સુધી કહેવું. પરંતુ એકેદ્રિયમાં | ચાર સમય સુધીની વિગ્રહગતિ કહેવી.
ગૌતમ : હે ભગવન્ ! નેરિયા અન્નતપન્ન (જેને ઉપન્ન થયાને હમણું પ્રથમ સમય થયે છે) છે કે પરંપરા૫પન્ન (જેને ઉત્પન્ન થયાને બે-ત્રણ આદિ સમય થઈ ગયા છે. છે કે અન્નતરપરંપરાનુ પન્ન (જે નરકમાં ઉત્પન્ન થવા માટે વિગ્રહગતિમાં ચાલે છે) છે?
મહાવીર : હે ગૌતમ ! નેરિયા અન્નતપન્ન પશુ છે, પરે, પપપન્ન પણ છે અને અનંતપરંપરાનુપપન્ન પણ છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું.
ગૌતમ : હે ભગવન્! A અન્નતપન્ન નેરિયા શું નારકીનું આયુષ્ય બાંધે છે. યાવત્ વૈમાનિકનું આયુષ્ય બાંધે છે ?
મહાવીર : હે ગૌતમ ! અયુય બાંધતા નથી.
ગૌતમ : હે ભગવન! પરંપરાનુપ પન્ન નેરિયા નારકનું આયુષ્ય બાંધે છે યાવત્ વૈમાનિક આયુષ્ય બાંધે છે?
મહાવીર ઃ ગૌતમ ! નારકી અને દેવતાનું આયુષ્ય બાંધતા નથી. મનુષ્ય કે તિર્યંચનું આયુષ્ય બાંધે છે.
Uએકેંદ્રિય જીવોમાં ચાર સમયની વિગ્રહગતિ આ પ્રકારે હોય છે. જીવની ગતિ શ્રેણીની અનુસાર હોય છે. એટલે ત્રસનાડીથી બહાર રહેલા (સ્થાવરનાળના ખૂણામાં) એકેદ્રિય જીવ જ્યારે બીજા ભવમાં જાય છે ત્યારે પહેલા સમયમાં ત્રસનાડીથી બહાર અધોલકની વિદિશાથી દિશાની તરફ જાય છે. બીજા સમયમાં લોકના મધ્ય ભાગમાં પ્રવેશે છે. ત્રીજા સમયમાં ઉર્વલોકમાં જાય છે. ચોથા સમયમાં ત્રસનાડીથી નીકળી દિશામાં વ્યવસ્થિત ઉત્પત્તિ સ્થાનમાં જાય છે. એ વાત સામાન્યરૂપથી બહુ એકેન્દ્રિય જીવોની અપેક્ષાથી કહી છે. અન્યથા એકેંદ્રિય જી ની પાંચ સમયની વિગ્રહગતિ સંભવ છે. તે આ પ્રકારે સંભવિત હોય છે. (પહેલા) સમયમાં ત્રસનાડીથી બહાર અલકની વિદિશાથી દિશાની તરફ જાય છે. (૨) બીજા સમયમાં લોકના મધ્યભાગમાં પ્રવેશ કરે છે. (૩) ત્રીજા સમયમાં ઉલેમાં જાય છે. (૪) ચોથા સમયમાં ત્યાંથી વિદિશાની તરફ જાય છે. (પાંચમાં સમયમાં વિદિશામાં રહેલ ઉત્પત્તિ સ્થાનમાં જાય છે. એ પાંચ સમયની વિગ્રહગતિ કહી છે. ૪૧