________________
- શ્રી ભગવતી ઉપક્રમ સંખ્યાત પ્રદેશ સ્કંધ સિવાય બીજા પદાર્થની સાથે દ્રવ્યથી તુલ્ય નથી.
એ રીતે તુલ્ય અસંખ્યાત પ્રદેશી કંધ, તુલ્ય અનંત પ્રદેશી સ્કંધનું કહેવું.
ગૌતમ ઃ હે ભગવન ક્ષેત્રતુલ્ય કેવી રીતે કહેવાય છે?
મહાવીર : હે ગૌતમ! એક અકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલ દ્રવ્ય, એક આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલ દ્રવ્યની સાથે ક્ષેત્રથી તુલ્ય છે. પરંતુ એક આકાશ પ્રદેશમાં રહેલ પુદગલ દ્રવ્યની સાથે તુલ્ય નથી. એ રીતે દશ આકાશ પ્રદેશ જાવ અસંખ્યાત આકાશ પ્રદેશ સુધી કહેવા. બે આકાશ પ્રદેશ અવગાહ્યા પુગલ બે આકાશ પ્રદેશ અવગાહ્યા પુદ્ગલ સાથે દ્રવ્ય ક્ષેત્ર અપેક્ષાએ તુલ્ય છે. એ રીતે જાવ તુલ્ય અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહા સ્કંધ સુધી કહેવું.
ગૌતમઃ હે ભગવન ! કાળતુલ્ય કેને કહે છે?
મહાવીરઃ હે ગૌતમ! એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્ય એક સમયની સ્થિતિવાળા પુદ્ગલ દ્રવ્યની સાથે કાળતુલ્ય છે. પરંતુ એક સમયથી અધિક સ્થિતિવાળા પુદ્ગલ સાથે કાળતુલ્ય નથી. જેમ એક સમયની સ્થિતિના પુદ્ગલ બે સમયની સ્થિતિને પુદ્ગલ સાથે કાળતુલ્ય નથી. દ્રવ્યતુલ્યમાં કહ્યું એ રીતે સર્વ અધિકાર કહે આ રીતે અસંખ્યાત સમયની સ્થિતિવાળા દ્રવ્ય સુધી ૧૨ બેલ કહેવા.
ગૌતમ: હે ભગવન ! ભવતુલ્ય કેને કહે છે?
મહાવીર: હે ગૌતમ! જે ભવથી તુલ્ય છે તેને ભવતુલ્ય કહે છે. જેમ નારકી જીવ નારકી જીવ સાથે ભવતુલ્ય છે. બીજી ગતિના જ સાથે ભવતુલ્ય નથી. એ રીતે તિર્યચ, મનુષ્ય અને દેવનું કહેવું.
ગૌતમ : હે ભગવન્ ! ભાવતુલ્ય કેને કહે છે?
મહાવીર : હે ગૌતમ! ભાવના બે ભેદ છેઃ અજીવભાવ અને જીવભાવ. અજીવભાવ જેમ એક ગુણ કાળા વર્ણના પુદ્ગલ એક ગુણ કાળા વર્ણના પુદ્ગલ સાથે ભાવતુલ્ય છે. પરંતુ એક ગુણ કાળા રંગના પુદ્ગલ