________________
કર
શ્રી ભગવતી ઉપક્રમ
મહાવીર : હે ગૌતમ! દશે બેલનો અનુભવ કરે છે- ઈષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ ઈનિષ્ટ ઉત્થાન કર્મ બળ વિર્ય પુરુષાકાર પરાક્રમ. - ગૌતમ હે ભગવન્! મહાદ્ધિવાળા યાવત્ મહાસુખવાળા દેવ. બહારના પુદ્ગલેને (ભવધારણીય શરીરની સિવાય) ગ્રહણ કર્યા વિના તિચ્છ પર્વત કે વિચ્છ ભીંતને ઓળંગવામાં (એક વાર ઓળંગવામાં વારંવાર એળંગવામાં શકિતશાળી છે?
મહાવીર : હે ગૌતમ! એક વાર કે વારંવાર ઓળંગવામાં શક્તિશાળી નથી.
ગૌતમ? હે ભગવન્! મહાદ્ધિ અર્થાત્ મહાસુખવાળા દેવ બહારના પુદ્ગલેને ગ્રહણ કરીને તિર્થો પર્વત કે તિછ ભીંતને એક વાર અનેક વાર ઉલંઘી જવા શક્તિમાન છે?
મહાવીરઃ હે ગૌતમ! સમર્થ છે.
આહાર શ્રી ભગવતી સૂત્ર શ. ૧૪ ઉ. ૬ ને અધિકાર
ગૌતમઃ હે ભગવન્ ! નારકીના નેરિયાએ શાને આહાર કરે છે? કેવી રીતે પરિણમે છે? એની કઈ યોનિ છે? એની સ્થિતિનું શું કારણ છે?
મહાવીરઃ હે ગૌતમ! નેરિયાએ પુદ્ગલેને આહાર કરે છે, પુદ્ગલરૂપે પરિણમે છે. ઠંડી ગરમસ્પર્શવાળી એની નિ છે. (આયુષ્ય કર્મના) પુદ્ગલ એની સ્થિતિનું કારણ છે. તે (બંધ દ્વારા) કર્મને પ્રાપ્ત થયા છે. તે નરકપણાના નિમિત્તભૂત કર્મવાળા છે. કર્મપુદ્ગલથી એની સ્થિતિ છે અને કર્મથી અન્ય પર્યાય પ્રાપ્ત કરે છે. એ રીતે ર૩ દંડકમાં કહેવું.
ગૌતમઃ હે ભગવન્ ! નારકીને નેરિયાઓ વીચિદ્રવ્યને @ આહાર કરે છે. કે અવીચિદ્રવ્યને આહાર કરે છે?
@ સંપૂર્ણ આહારથી એક પ્રદેશ પણ ઓછો આહાર કરે તેને વીચિદ્રવ્ય કહે છે.