________________
બારદ્વાર ભગવતી શ. ૧૯ ઉ. ૩
૩૯૯ મહાવીરઃ હે ગૌતમ! પૃથ્વીકાયિક જીવે જ્ઞાનઉપગી પણ છે અને દર્શન ઉપગી પણ છે. ૭. કિમાહારદ્વાર -
ગૌતમ ઃ હે ભગવન ! પૃથ્વીકાયિક છે કે આહાર કરે છે?
મહાવીરઃ હે ગૌતમ! દ્રવ્યથી અનંતપ્રદેશી પુદ્ગલેને આહાર કરે છે, ક્ષેત્રથી અસંખ્યાત આકાશ પ્રદેશમાં રહેલા પુદ્ગલેને આહાર કરે છે. કાળથી જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પુદ્ગલેને આહાર કરે છે, અને ભાવથી વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળા પુદ્ગલસ્કને આહાર કરે છે. વ્યાઘાત અપેક્ષાએ કદાચ ત્રણ દિશાને, કદાચ ચાર દિશાને અને કદાચ પાંચ દિશાને આહાર લે છે. નિવ્યઘાત અપેક્ષાએ અવશ્ય છ દિશાને આહાર લે છે.
ગૌતમહે ભગવન્! પૃથ્વીકાયિક જીવ જે આહાર કરે છે, એને સંગ્રહ થાય છે? સંગ્રહ થયેલ આહારને અસાર ભાગ બહાર નીકળે છે અને સારભાગ ઈદ્રિયપણે પરિણમે છે?
મહાવીર : હા. ગૌતમ ! સંગ્રહ કરે છે યાવત્ સારભાગ ઇદ્રિયપણે પરિણમે છે.
ગીતમઃ હે ભગવન્! એ જેને “આહાર કરું છું” એ રીતે સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હેાય છે?
મહાવીર : હે ગૌતમ! એ જીવેને એ રીતની સંજ્ઞા, પ્રજ્ઞા, મન, વચન હતાં નથી, તે પણ આહાર તે કરે જ છે.
ગૌતમ: હે ભગવદ્ ! એ જીવેને અમે ઈષ્ટ કે અનિષ્ટ સ્પર્શને અનુભવ કરીએ છીએ, એવી સંજ્ઞા, પ્રજ્ઞા, મન, વચન હોય છે?
મહાવીરઃ હે ગૌતમ! સંજ્ઞા, પ્રજ્ઞા, મન, વચન હોતા નથી તે પણ અનુભવ તે કરે જ છે. ૮. પ્રાણાતિપાતાદિદ્વાર –
ગૌતમ? હે ભગવન્! પૃથ્વીકાયિક જીવ પ્રાણાતિપાત, મૃષાવાદ, યાવત્ મિશાદર્શન શલ્ય એ અઢાર પાપસ્થાનમાં રહેલ છે?