________________
શ્રી ભગવત ઉપક્રમ પહેલા ચાર નિયંઠાને પહેલા આયુષ્ય બાંધ્યું હોય તે ભવનપતિ આદિ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. અથવા ઈંદ્રાદિની પદવી ન મેળવતાં અન્ય વૈમાનિક દેવામાં ઉત્પન્ન થઈ શકે છે. કષાયકુશીલ અપ્રતિસેવી હેય તે તે મૂળગુણ ઉત્તરગુણમાં દેષ લગાવતા નથી. તેમાં તીર્થકર દેવ તે ઉત્કૃષ્ટ કષાયકશીલ હોય છે. તથા તે કપાતીત હોય છે. એટલા માટે તે વિરાધક હતા જ નથી.
સામાન્ય સાધુઓમાં જે કષાયકુશીલ હોય છે તે પણ મૂળગુણ ઉત્તરગુણના વિરાધક નથી હોતા. પરંતુ કષાયના ઉદયથી પરિણામની ધારામાં ચડ-ઊતર હેવાથી વિરાધક હોય છે. તે પ્રકારે કષાયકુશીલ પહેલા આયુષ્યને બંધ થઈ જવાથી તથા ઉપર લખ્યા મુજબ વિરાધક હોવાથી બીજા સ્થાનમાં ઉત્પન્ન થઈ શકે છે.
નિગ્રંથ નિયંઠા નિગ્રંથ અવસ્થામાં તે વિરાધક હોઈ શક્તા જ નથી. તેના પરિણામ વર્ધમાન અવસ્થિત હોય છે. તથા તે અજઘન્ય, અનુકૃષ્ટ ૩૩. સાગરેપમની આયુવાળા અનુત્તરવિમાનમાં જ ઉત્પન્ન થાય છે, બીજા સ્થાનમાં નહિ. તેનું અન્ય સ્થાનમાં ઉત્પન્ન થવાનું આ પ્રકારે સંભવ છે કે ઉપશમશ્રેણીમાં જે નિગ્રંથ હોય છે તે ઉપશમશ્રેણીની સ્થિતિ પૂર્ણ થવાથી નીચે ગુણસ્થાનમાં આવે છે ત્યારે નિર્ચ થાવસ્થા છેડીને બીજા નિયંઠામાં આવી શકે છે તે સમયે બીજા સ્થાની સ્થિતિ બાંધી શકે છે. તેને ભૂતનયની અપેક્ષાથી નિગ્રંથ માનીને નિર્ચથનાં બીજા સ્થાનમાં જવાનું બતાવ્યું છે એ સંભવ છે. તત્ત્વકેવળી ગમ્ય.
પ્રશ્નઃ પાંચ શરીર અને છ સમુદ્યાત કષાયકુશીલને હોય છે તે પછી તેને અપ્રતિરસેવી–મૂળગુણ ઉત્તરગુણના અવિરાવિક કેમ કહ્યાં છે?
ઉત્તર : વીતરાગીના પગ નીચે જીવ આવી જાય તે તેને ઇરિયાવહી બંધ લાગે તેમ કહ્યું છે અને સરાગીને તે કિયાથી સંપરાય બંધ રહેવાનું બતાવ્યું છે. ક્રિયા એકસરખી હોવા છતાં પણ ભેદનું કારણ એ છે કે વીતરાગનાં પરિણામ ખૂબ ઊંચાં હોય છે. આ પ્રકારે પરિણામેની અતિશય શુદ્ધતાને કારણે કષાયકુશીલને પાંચ શરીર અને છ સમુદ્દઘાત . હોવા છતાં પણ અપ્રતિસેવી કહ્યાં છે.