________________
જી ભગવતી ઉપમ
આલેચનાના દસ દે કહ્યા છે, તે આ પ્રમાણે -
(૧) પ્રસન્ન થયેલા ગુરુ ડું પ્રાયશ્ચિત્ત આપશે માટે તેમને સેવાદિથી પ્રસન્ન કરી તેમની પાસે દોષની આલોચના કરવી, (૨) તદ્દન નાને અપરાધ જણાવવાથી આચાર્ય થોડું પ્રાયશ્ચિત્ત આપશે એમ અનુમાન કરી પિતાના અપરાધનું સ્વતઃ આલેચન કરવું (૩) જે અપરાધ આચાર્યાદિકે જે હોય તેનું જ આલેચન કરવું. (૪) માત્ર મોટા અતિચારેનું જ આલેચન કરવું, (૫) જે સૂક્ષ્મ અતિચારેનું આલેચન કરે તે સ્થળ અતિચારેનું આલેચન કેમ ન કરે એ આચાર્યને વિશ્વાસ ઉત્પન્ન કરવા સૂમ અતિચારનું જ આલોચન કરવું. (૬) ઘણી શરમ આવવાને લીધે પ્રચ્છન્ન (કેઈ ન સાંભળે તેમ) આલેચન કરવું, (૭) બીજાને સંભળાવવા ખૂબ જ જોરથી બેલીને આલેચન કરવું, (૮) એક જ અતિચારની ઘણુ ગુરુ પાસે આલેચના કરવી, (ઈ અગીતાર્થની પાસે આચના કરવી અને, (૧૦) જે દેષનું આલોચન કરવાનું છે તે દોષને સેવનાર આચાર્ય પાસે તેનું આલેચન કરવું. - દસ ગુણોથી યુક્ત અણગાર પિતાના દેશની આલોચના કરવાને
છે,
૦ (૧) ઉત્તમ જાતિવાળો (૨) ઉત્તમ કૂળવાળો (૩) વિનયવાન (૪) જ્ઞાનવાન (૫) દર્શન સંપન્ન શ્રદ્ધાળુ, (૬) ચારિત્ર સંપન્ન (૭) ક્ષમાવાળે. (૮) દાન્ત-ઈન્દ્રિયોને વશ રાખનાર, (૯) અમારી-કપટરહિત સરલ અને(૧૦) અપશ્ચાત્તાપી-આલેચના લીધા પછી પસ્તવે નહિ કરનાર,
) આલેચનાને મેગ્ય સાધુમાં દસ ગુણ હેવા જોઈએ. 1 . . (૧) જાતિ સંપન્ન પ્રાયઃ અકૃત્ય ન કરે, અને કહ્યું હોય તે તેની સભ્ય આલોચના કરે (૨) કુલ સંપન્ન અંગીકૃત પ્રાયશ્ચિત્તને બરાબર કરે (૩) વિનયસંપન્ન વંદનાદિ આલેચના સમાચારી કરે. (૪) જ્ઞાનસંપન્ન કૃત્યાકૃત્યના વિભાગને જાણે (૫) દર્શન સંપન્ન પ્રાયશ્ચિત્તથી થતી શુદ્ધિની શ્રદ્ધા કરે. (૬) ચારિત્ર સંપન્ન પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરે. (૭) ક્ષાન્ત ગુરુએ ઠપકો આપ્યો હોય તે તે ગુરસે ન થાય. (૮) દાન્ત-ઈન્દ્રિયનું દમન કરેલું હોવાથી શુદ્ધિ ધારણ કરે (૯) અમાથી અપરાધને છુપાવ્યા સિવાય આલોચના કરે અને, (૧૦) અyશ્રાત્તાપી–આલેચના લીધા પછી તેને પશ્ચાત્તાપ ન કરે.
'