________________
છાજ
STS
રાશિયમ ભગવતી શ. ૪૧ ઉ. ૧૯૬ સંખ્યાત વર્ષના આયુવાલા કર્મભૂમિના મનુષ્ય.
(૨) પરિમાણુદ્વાર - તે એક સમયમાં ૪, ૮, ૧૨, ૧૬ યાવત્ સંખ્યાતા અસંખ્યાતા ઉત્પન્ન થાય છે.
(૩) અંતર નિરંતરદ્વાર - અંતર પડે તે જઘન્ય એક સમયનું ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયનું અને નિરંતર ઉત્પન્ન થાય તે જઘન્ય બે સમય અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમય સુધી ઉત્પન્ન થાય છે. જે સમયે કૃતયુગ્મરાશિ હોય છે તે સમયે જ આદિ અન્ય રાશિ હોતી નથી.
એક કૂદતે માણસ જેમ એક સ્થાનથી બીજા સ્થાનને પ્રાપ્ત કરે છે તેમ જીવ એક ગતિથી અન્ય ગતિને પ્રાપ્ત થાય છે. અસંયમી, સલેશી અને સક્રિય છે ગતિઅંતર થાય છે. તેવી અવસ્થામાં મેક્ષ પામી શકાતું નથી.
૨૪ દંડકના જેને માટે તેમ જ સમજવું. તેમાં સામાન્ય ફેર એટલે છે કે વનસ્પતિમાં ઉપપાત અનંત કહે અને વિગ્રહગતિ ચાર સમયની હોય છે.
એજ રાશિ માટે પણ તેમ જ સમજવું. પરંતુ પરિણામદ્રારમાં ૩, ૭, ૧૧, ૧૫, યાવત્ સંખ્યાતા અસંખ્યાતા કહેવા. દ્વાપરયુગ્મરાશિ માટે પણું તેમ જ. પરંતુ ૨, ૬, ૧૦, ૧૪ યાવત્ કહેવું. કલ્યાજ રાશિ માટે પણ તેમ છે. પરંતુ ૧, ૫, ૯, ૧૩ યાવત્ અસંખ્યાતા સુધી કહેવું.
જે આ ચાર ઔધિક ઉદ્દેશા કહ્યા તે પ્રમાણે કૃષ્ણલેશ્યાના ચાર ઉદ્દેશા કહેવા; તેમાં તિષી–વૈમાનિકના બે દંડક બાદ કરવા નરયિક અને દેવની આગતિ યથાસંભવ કહી દેવી; મનુષ્ય દંડકમાં સંયમ, સલેશી, સક્રિય અને તદ્દભવ મેક્ષ એ ચાર બેલ કહેવા નહિ; એ આઠ ઉદેશા થયા.--